Gujarat

વડાપ્રધાનના હસ્તે આટકોટમાં મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ

રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. જસદણના આટકોટ ગામે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમમાં મેદની એકઠી કરવા ગામેગામ અને શહેરમાંથી પણ લોકોને આટકોટ લઇ જવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની ૩૦૦થી વધુ એસ.ટી બસ ફાળવી હતી. સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં એસટી બસ આટકોટના કાર્યક્રમમાં ફાળવી દેવાઈ હતી. રાજકોટમાં મોદી એરપોર્ટ બહાર નહીં નીકળે છતાં તમામ ઈમર્જન્સી વ્યવસ્થા કરવામાં આવી હતી. કલેક્ટર અને પોલીસતંત્ર છેલ્લી ઘડી સુધીની તૈયારીમાં વ્યસ્ત રહ્યાં હતાં. આટકોટમાં મોદીની સભામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આ માટે વ્યવસ્થાના ભાગરૂપે ૩૫૦૦ સ્વયંસૈનિકો સભાસ્થળ પર તહેનાત રહ્યા હતા. આટકોટ ખાતે નવનિર્મિત હોસ્પિટલ અને સભાસ્થળ તેમજ પાર્કિંગ સ્થળ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તમામ નેતાઓ ચાર હેલિકોપ્ટર મારફત આટકોટ જવા રવાના થયા હતા. આ માટે હેલિકોપ્ટરોએ પોતાની રન પણ પૂર્ણ કરી હતી. આજે સવારે ૯ઃ૩૦ વાગ્યે મોદી દિલ્હીથી રાજકોટ એરપોર્ટ ઉપર લેન્ડ થયા હતા. આ માટે આજથી જ એરપોર્ટ ઉપર વધારાનો પોલીસ-બંદોબસ્ત ઉપરાંત જીઁય્ કમાન્ડોને તહેનાત કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત આસપાસનાં બિલ્ડિંગ ઉપર સ્નાઈપરને પણ ગોઠવી દેવાયા હોવાનું જાણવા મળ્યું હતું.દેશના ઁસ્ નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. સૌથી પહેલા જસદણના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ માટે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં હેલિકોપ્ટર મારફત આટકોટ જવા રવાના થયા હતા. આટકોટ પહોંચી મોદીએ હોસ્પિટલનું લોકર્પણ કર્યું હતું. બાદમાં હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ નિહાળી હતી. બાદમાં સભાસ્થળે પહોંચ્યા હતા અને પોતાના સંબોધનમાં ગુજરાતીમાં પૂછ્યું હતું કે તમારા બધાનું રસીકરણ થઈ ગયું છે ને? લોકોએ હાથ ઊંચો કરી એકસૂરમાં કહ્યું, હા. રાજકોટમાં એઇમ્સ, જામનગરમાં મારુ આયુર્વેદ અને અહીં મિની એઇમ્સ, વાહ મારી બાપુડી…મોદીએ નામ લીધા વગર વિપક્ષ પર પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે દિલ્હીમાં એક સમયે એવી સરકાર હતી કે અહીંના પ્રોજેક્ટમાં તેને મોદી જ દેખાતા, મગજ ફટકે એટલે ફાઈલને તાળું મારી દે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલના દાતાઓને અભિનંદન, તેમની માતાઓને અભિનંદન, જેમણે આવા પુત્રોને જન્મ આપ્યો, આવા ઉનાળાના તાપમાં બહેનોએ માથા પર કળશ લઇ મારું સ્વાગત કર્યું એ બદલ તેમનો પણ આભાર માનું છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે નિયમ બદલ્યો કે ડોક્ટર અને એન્જિનિયર બનવું હોય તો માતૃભાષામાં થઈ શકે, મોસાળે જમણવાર ને મા પીરસનાર હોય તેમ આ ડબલ એન્જિનની સરકાર છે. આખી દુનિયામાં સરદાર પટેલનું નામ ગુંજી રહ્યું છે. વિશ્વનું મોટામાં મોંટું સ્ટેચ્યૂ સરદાર પટેલ સાહેબનું બનાવ્યું છે. મેડિકલમાં પહેલા ૧૧૦૦ બેઠક હતી, હવે ૮૦૦૦ થઈ ગઈ. પહેલા અંગ્રેજી મિડિયમમાં જ ડોક્ટર થઈ શકાતું, પણ હવે માતૃભાષામાં ભણીને ડોક્ટર થઈ શકાય છે. ખુશી છે કે આજે માતુશ્રી કે.ડી. પરવાડિયા હોસ્પિટલનો શુભારંભ થયો છે. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રના સ્વાસ્થ્યને સુધારવાનો પ્રયાસ કરશે. સરકાર સાથે જનતાનો સાથ મળે એટલે હિંમત વધે છે. ભાજપની સરકારે આઠ વર્ષ પૂરાં કર્યાં છે. આજે ગુજરાતની ધરતી પર આવ્યો છું, બાપુ અને સરદાર પટેલની ધરતી છે, એઇમ્સનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. ૩ કરોડ ગરીબને પાકાં મકાન, ૧૦ કરોડને ખુલ્લામાં શૌચમાંથી મુક્તિ, ૬ કરોડ પરિવારને નલ સે જલ, ૫૦ કરોડ લોકોને મફત સારવાર, આ ફક્ત આંકડા નથી, પણ ગરીબની ગરિમા સુનિશ્ચિત કરવાનું અમારું પ્રમાણ છે. ૨૦૦૧માં રાજકોટમાં મને મોકો આપ્યો ત્યારે ૯ જ મેડિકલ કોલેજ હતી. આજે ૩૦ મેડિકલ કોલેજ આપી છે. નવી પેઢીને કહેજાે, આપણે આ કરી બતાવ્યું છે તેમજ સરકારની વિવિધ યોજના વિશે વડાપ્રધાને લોકોને માહિત આપી હતી. હોસ્પિટલના સ્વપ્નદૃષ્ટા ડો.ભરત બોઘરાએ એક-એક મશીનરીની જાણકારી મોદીને આપી હતી. બાદમાં સભાસ્થળે પહોંચતાં કીર્તિદાને મોદીજી ભલે પધાર્યા…ના ગીત સાથે સ્વાગત કર્યું હતું. મોદીએ સ્ટેજ પરથી હાથ ઊંચો કરી જનમેદનીનો આવકાર ઝીલ્યો હતો. આટકોટમાં ભરત બોઘરાએ મોદીને પાઘડી પહેરાવી જસદણનું પ્રખ્યાત આરતીનું મિની નગારું ભેટમાં આપ્યું હતું. મંચ પરથી ભરત બોઘરાએ જણાવ્યું હતું કે આજે સોનાનો સૂરજ ઊગ્યો છે. હું ભણતો ત્યારે સપનું હતું એ આજે સાકાર થયું છે. ગામડામાં નથી રહેતા, વડાપ્રધાનના દિલમાં રહીએ છીએ. આ હોસ્પિટલમાં આવેલા દરેક લોકોને તંદુરસ્ત બનાવીને ફરી ઘરે મોકલીશું એવી કામગીરી કરાશે. સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. એ માટે સભાસ્થળની આસપાસ અને નજીક ૫૦૦ વીઘા જમીનમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરાઈ હતી. આ સાથે ૬૦૦×૧૨૦૦ ફૂટનો વિશાળ મુખ્ય ડોમ અને જાહેર જનતા માટે ૪ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા તથા ૪ હેલિપેડ તૈયાર કરવામાં આવ્યાં હતાં. ૧૫૦૦ જેટલા સ્વયંસૈનિકોએ પાર્કિંગમાં અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે સેવા આપી હતી, જ્યારે ૨૦૦૦ સ્વયંસૈનિકો બેઠક વ્યવસ્થામાં ખડેપગે રહ્યા હતા.

India-Gujarat-Gandhinagar-Mahatma-Mandir-PM-of-India-Prime-Minister-Narendra-Modi-and-Union-Home-Minister-of-India-Amit-Shah-Gujarat-Visit-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *