Gujarat

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી

   ગિરગઢડા તા 29
   ભરત ગંગદેવ…

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ગીર સોમનાથના ઉપક્રમે આઝાદીકા અમૃત મહોત્સવ અન્વયે ૧૧મા ખેલ મહાકુંભ અંતર્ગત અંડર-૧૭ બહેનો વિભાગની રાજ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધા નું આયોજન .જે. આર. વાળા માધ્યમિક શાળા સરખડી (જીલ્લો ગીર સોમનાથ) મુકામે થયેલ, જેમાં ફાઇનલ મેચ માં ગીર સોમનાથ જિલ્લા એ ગાંધીનગર ને 3-0 થી હરાવી વિજેતા થય સમગ્ર જિલ્લા નું નામ રોશન કર્યું છે. સમગ્ર ટીમ ને જિલ્લા વિકાસ અધિકારી  કાનજીભાઈ ભાલીયા, ગીર સોમનાથ જિલ્લા વ્યાયમ શિક્ષક સંઘ ના પ્રમુખ  વરજાંગભાઇ વાળા , સોમનાથ એકેડમી ના કેમ્પસ ડાયરેક્ટર દહિમા સાહેબ , સરખડી ગ્રામ પંચાયત ના સરપંચ  સંજયભાઈ વાળા તથા ઉપસરપંચશ્રી રોહનસિંહ વાળા, તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ  વરસિંગભાઈ વાળા, માજી તા. પં. સદસ્યશ્રી લક્ષ્મણભાઈ વાળા તથા ગ્રામ પંચાયત ના સદસ્યશ્રી અભુભાઇ પરમાર અને દિલીપભાઈ બારડ તેમજ ગામ ના અગ્રગણી કાદુભાઈ વાળા, ગાંડાભાઈ બારડ, પ્રતાપભાઈ બારડ, પ્રતાપભાઈ વાળા એ અભિનંદન પાઠવ્યા.

IMG-20220528-WA0127.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *