આજ રોજ લીલીયા મોટા ખાતે લીલીયા ગ્રામ પંચાયત સા ન્યાય સમિતિ ના ચેરમેન તેમજ યુવા એડવોકેટ અને સમાજ સેવક સંજય બગડા દ્વારા મામલતદાર લીલીયા તેમજ PSI શ્રી લીલીયા ને પત્ર પાઠવેલ જેમાં જણાવેલ કે વર્ષો પહેલા ગ્રામ પંચાયત દ્વારા લીલીયા મોટા માં રહેતા ગરીબ દલિતો ને જમીન ફાળવવા માં આવેલ આ જમીન પર દલિત પરિવારો તરફ થી વાવેતર પણ કરવા મા આવતું પરંતુ દુષ્કાળ પડતા વાવેતર બંધ થઈ ગયેલ વર્ષો થી આ પડતર જમીન પડી હતી અત્યારે આ જમીન ની શુ સ્થિતિ છે તેનો ખ્યાલ નથી તો ગ્રામ પંચાયત પોતાના રેકોર્ડ તપાસી ને આ જમીન ની સ્થિતિ સ્પષ્ટ કરે આ જમીન જો સરકાર શ્રી માં ન ગઈ હોય તો દલિત પરિવારો ને સોંપવામાં આવે અન્યથા આ જમીન જો સરકાર શ્રી માં ગઈ હોય તો આ જમીન ઉપર માથાભારે શખ્સો એ બિનકાયદેસર ટોળકી બનાવીને કબજો જમાવેલ છે વાયર ફેન્સીગ કરીને જમીન ને ખેડી નાખી છે તો આ માથાભારે ટોળકી ઉપર તાત્કાલિક પગલા ભરવા માં આવે તેમજ આ જમીન નો કબજો ગ્રામ પંચાયત ની પાસે હોઈ તો મેળવી દેવો આ જમીન ઉપર કબજો જમાવી બેઠેલા માથાભારે શખ્સો વિરુદ્ધ જો કોઈ કાર્યવાહી નહિ કરવા આવે તો અમે આની રજુઆત માં કલેકટર સાહેબ તથા મહેસુલ વિભાગ ગાંધીનગર કરવા માં આવશે તો તાત્કાલિક પગલા ભરવા વિનંતી કવિતા બેન બગડા તેમજ સંજય બગડા તરફ થી કરવા માં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


