નવીદિલ્હી
અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના ભિવંડીમાં કેન્દ્ર અરકાર પર જાેરદાર હુમલો કર્યો. જ્ઞાનવાપી મસ્જિદ, તાજમહેલ તથા કુતુબ મીનાર પર ચાલી રહેલા વિવાદોનો ઉલ્લેખ કરતાં ઓવૈસીએ કહ્યું કે ભાજપ અને આરએસએસ મળીને આપણી નિશાની મટાડવા માંગે છે. તેમણે સવાલ કર્યો કે શું ટોપી અને મસ્જિદ દેશ માટે ખતરોછે? રેલીને સંબોધિત કરતાં ઓવૈસીએ કહ્યું કે મુસલમાનોને ડારવવામાં આવી રહ્યા છે. તેમને નિરાશ કરવામાં આવી રહ્યા છે. આમ તહ્યું રહ્યું તો લોકોનો લોકતંત્ર પરથી વિશ્વાસ ઉઠી જશે. તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે ભારત ન મારું.. ન મોદીનું છે. દેશ દ્રવિડિયન આદીવાસીઓનો છે. ભાજપ દિવસ રાત મુગલ મુગલ કરી રહી છે. શું મોંઘવારી મુગલોના કારણે છે? શું બેરોજગારી મુગલોના કારણે છે? તેમણે આરએસએસ અપ્ર પણ જાેરદાર નિશાન સાધ્યું. ઓવૈસીએ કહ્યું કે આરએસએસ મુસ્લિમ વિરૂદ્ધ છે. આરએસએસ અને ભાજપ જંગ-એ-એલાન કરી દીધું છે. ઓવૈસીએ મસ્જિદો પર ચાલી રહેલા વિવાદનો ઉલ્લેખ કરતાં કહ્યું કે બાબરીને અમારી પાસેથી છિનવી લેવામાં આવી, હવે જ્ઞાનવાપીને ઝૂંટવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. છૈંસ્ૈંસ્ ભિવંડી અધ્યૅક્ષ ખાલિદ ગડ્ડુ ગત કેટલાક મહિનાથી આધારવાડી જેલમાં બંધ છે. ખાલિદ ગુડ્ડુ મહારાષ્ટ્રને કહ્યું હતું કે રાજકીય પ્રતિસ્પર્ધા હેઠળ તેમના રાજકીય કેરિયરને સમાપ્ત કરવાના ઉદ્દેશ્યથી તેમના વિરૂદ્ધ એક કાવતરા હેઠળ કાવતરું રચ્યું હતું. ગુડ્ડુના આરોપોને પુનરાવર્તિત કરતાં ઓવૈસીએ રાજ્ય સરકાર પર જાેરદાર નિશાન સાધ્યું. ખાલિદ ગુડ્ડુ ૨૦૦૭ થી ૨૦૧૯ સુધી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ભિવંડીના અધ્યક્ષ હતા.
