નવીદિલ્હી
મન કી વાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચારધામ યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો દ્વારા કેદારનાથમાં ફેલાવવામાં આવી રહેલી ગંદકીથી શ્રદ્ધાળું દુખી છે. ઘણા લોકોએ ગંદકીના ઘણા ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આપણે પવિત્ર યાત્રામાં જઈએ ત્યાં ગંદકીના ઢગલા હોય તે યોગ્ય નથી. જાેકે કેટલાક શ્રદ્ધાળું એવા પણ છે જે બાબા કેદારનાથના દર્શન-પૂજનની સાથે સ્વચ્છતાનું બીડુ પણ ઉઠાવી રહ્યા છે. તીર્થ સેવા વગર તીર્થ યાત્રા પણ અધુરી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાતમાં ૮૯મી વખત સંબોધિત કરી રહ્યા છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે દેશે યૂનિકોર્નની સદી પુરી કરી લીધી છે, આ ભારતીયો માટે ગર્વની વાત છે. આવનાર સમયમાં ભારતીય સ્ટાર્ટઅપ ઉડાન ભરશે. પીએમ મોદીએ કહ્યું કે આ મહિનાની ૫ તારીખે દેશમાં યૂનિકોર્નની સંખ્યા ૧૦૦ના આંકડા સુધી પહોંચી ગઇ છે. આ ેંહૈર્ષ્ઠહિજ નું કુલ વેલ્યૂએશન ૩૩૦ બિલિયન ડોલર એટલે કે ૨૫ લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે. પીએમ મોદીએ કહ્યું કે આ કુલ યૂનિકોર્નમાંથી ૪૪ ગત વર્ષે બન્યા હતા. આ વર્ષે ૩-૪ મહિનામાં ૧૪ બીજા નવા યૂનિકોર્ન બની ગયા છે. તેનો અર્થ એ થયો કે આ મહામારીના ગાળામાં પણ ભારતીય સ્ટાર્ટઅપ્સ વેલ્થ અને વેલ્યૂ ક્રિએટ કરતા રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આપણા યૂનિકોર્ન્સ વિવિધતાપૂર્ણ છે. આ ઇ-કોમર્સ, ફિન-ટેક, એડ-ટેક, બાયો-ટેક જેવા ઘણા ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે. આજે ભારતનું જીંટ્ઠિં-ેંॅ ઇકોસિસ્ટમ ફક્ત મોટા શહેરો સુધી સિમિત નથી, નાના-નાના શહેરો અને ગામડાંથી પણ ઉદ્યમી સામે આવી રહ્યા છે.
