મોરબી
ક્યારેક કેનાલમાં કે નદીમાં અબોલ જીવો પડી જાય તો તેઓ કફોડી હાલતમાં મુકાઇ જાય છે અને જાે સમયસર એમને સુરક્ષિત બહાર કાઢવામાં ન આવે તો તેઓ અકાળે મોતને ભેંટે છે. ત્યારે હળવદ તાલુકાના મિયાની ગામની નદીમાં રસ્તે જતી એક ગૌમાતા ખુંપાઇ જવાની જાણ મિયાનીના યુવકોને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. મિયાની ગામના ચાર-પાંચ યુવાનો દ્વારા રસ્સા સહિતના સાધનો વડે બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક તેમનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. અબોલ ગાયને નવજીવન મળતાં પશુ પ્રેમીઓમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી.હળવદના મિયાની ગામે યુવાનોએ નદીમાં ફસાઇ ગયેલાં ગૌમાતાનું રેસ્ક્યુ કર્યું હતું. હળવદ તાલુકાના મિયાની ગામની નદીમાં ગૌમાતા ખુંપાઇ ગયા હોવાની જાણ મિયાની ગામના ગૌ પ્રેમીઓ અને ગામના સેવા ભાવિ ઉપસરપંચ ટીનેશભાઈ કુરિયાને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. મિયાની ગામના ચાર-પાંચ યુવાનો દ્વારા સફળતાપૂર્વક તેમનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. તેમજ ગૌમાતાને સુરક્ષિત રીતે બહાર કાઢી ગામના સેવાભાવી યુવાનો સેવા કાર્યમાં નિમિત્ત બન્યા હતા.