ધોળકા
ધોળકા રૂરલ પોલીસે ધોળકા તાલુકાના ચલોડા ગામમાં દરોડા પાડી રૂ. બે લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો છે. જેમાં એક આરોપીની ધરપકડ કરાઇ હતી. જ્યારે બીજાે આરોપી ફરાર થયો હોવાથી તેને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ધોળકા રૂરલ પોલીસ મથકનાં પીઆઈ એ. બી. અસારી, એ.એસ.આઈ. રામજીભાઈ, હેડ કોન્સ્ટેબલ રણધીરસિંહ, અરવિંદભાઈ, કોન્સ્ટેબલ કૃષણકુમારે બાતમીના આધારે ધોળકા તાલુકાના ચલોડા ગામમાં બળવંતસિંહ રાહુભા વાઘેલાનાં ત્યાં રેડ પાડી હતી. આરોપીનાં ઘર આગળ તપાસ કરતા ઈંટોનાં ઢગલામાં સંતાડેલો ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ નંગ -૯ મળી આવી હતી. આરોપીની પૂછપરછ કરતા અન્ય દારૂનો જથ્થો આરોપી રમેશ અરજણભાઇ ભોઈનાં ફાર્મ હાઉસનાં તબેલામાંથી અલગ અલગ ભારતીય બનાવટ ની વિદેશી દારૂની કુલ ૩૧ પેટીઓ બોટલ નંગ – ૫૬૧ મળી આવી હતી. જે કુલ કિંમત રૂ. ૨૦૮૫૦૦નો મુદ્દામાલ વેચાણ અર્થે રાખી રેડ દરમિયાન પકડાઈ ગયા હતા. જ્યારે બીજાે આરોપી રમેશ ભોઈ હાજર ન હોય વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ધોળકા રૂરલ પોલીસે આ અંગે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહોબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
