સુરત
અડાજણ પોલીસમાં કરિયાણાના વેપારી દિનેશ કાનજી દેવાશી વિરુધ્ધ તેના ભાગીદાર મનીષે ૧૫ લાખનો કરિયાણાનો સામાન વેચી મારવાનો આરોપ મુકી અરજી આપી હતી. જેમાં વેપારીને અડાજણ પોલીસની ૫૬ નંબરની પીસીઆર વાનમાં ૨૪મી તારીખે ઊંચકી ગયા હતા. જાે કે પીસીઆરવાનમાં બેસાડી અડાજણ કેનાલ રોડ પર પાર્ટી પ્લોટની ઓફિસમાં લઈ ગયા હતા. બીજી તરફ વેપારીના પરિવારજનોને ખબર પડતા વેપારીના ભાઈ નિમેષ દેવાશીએ વેપારીને મોબાઇલ પર કોલ કર્યો હતો. જેમાં તેને અડાજણ કેનાલ રોડ પર પાર્ટી પ્લોટની ભાગીદારની ઓફિસમાં લઈ ગયા હોવાનું જણાવ્યું હતું. નિમેશ દેવાશીએ પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસકર્મી સાથે ફોન પર વાત કરાવી હતી. જેથી બંને પોલીસકર્મીઓ વેપારીને લઇ પોલીસ સ્ટેશને આવ્યા હતા. વેપારીને ભાગીદાર અને બે પોલીસકર્મીઓએ માર માર્યો હોવાની વાત કરી હતી. પરિવારજનો પોલીસ સ્ટેશને ગયા હોવાથી વેપારીને માર માર્યો હોવાની વાત ખુદ વેપારીએ પરિવારને કરી હતી. વેપારીને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સિવિલમાં લઇ જવાયો હતો. બીજી તરફ વેપારી દિનેશના ભાઇ નિમેષે એવું પણ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં એક માણસે આવીને વેપારીને સમાધાન કરી લેવા માટે દબાણ કર્યું હતું. જાેકે આ માણસ પોલીસને હતો કે ભાગીદારનો તે ખબર નથી. વેપારી દિનેશ કાનજી દેવાશીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આગામી દિવસોમાં વેપારી ફરિયાદ કરવા અડાજણ પોલીસ સ્ટેશને જશે એવું તેના નાના ભાઈએ જણાવ્યું હતું. વેપારીને માર મારવાની ઘટનામાં ડીસીપીએ એસીપીને તપાસ સોંપી છે.
