Gujarat

સોમવતી અમાસના દિવસે તિથલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

વલસાડ
હિન્દુ ધર્મમાં સોમવતી અમાવસ્યાનું આગવું વર્ણન અને મહાત્મ્ય છે. ત્યારે અમાસ સાથે ન્યાયના દેવ ભગવાન શનેશ્ર્‌વર મહારાજની જન્મજયંતિ પણ છે. શાસ્ત્ર કથન અનુસાર આજે જાતકે કરેલ જપ તપ દાન સાથે નુંકર્મ સહસ્ત્રગણુ પુણ્યફળ આપે છે દર વર્ષે વૈશાખ વદ અમાસના રોજ માતા છાંયા દેવી તથા સૂર્યનારાયણના પુત્ર શનિમહારાજ નો જન્મદિવસ ઉજવવામાં આવે છે. સાથે સોમવતી અમાસ હોવાથી સમુદ્ર કિનારે કે નદીના સંગમ ખાતે પિતૃ તર્પણ અને સમુદ્ર સ્નાનનું વિશેષ મહત્વ જાેવા મળ્યું છે. જેને લઈને વલસાડના તિથલ બીચ ખાતે પિતૃ તર્પણ અને સમુદ્ર સ્નાન તથા હાલમાં ચાલી રહેલી દરિયાની ભરતીની મઝા માણવા સહેલાણીઓ તિથલ બીચ ખાતે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં સહેલાણીઓ તિથલ બીચ ખાતે સમુદ્ર સ્નાન કરવા અને કાળઝાળ ગરમી સામે રાહત મેળવવા જાેવા મળ્યા હતા. આજે કરેલું સદ્દકાર્ય સહસ્ત્રગણુ ફળ આપે છે તેમજ પવિત્ર જળાશયોમા સ્નાનાદીનું પણ ખાસ મહાત્મ્ય છે આથી શ્રદ્ધાળુઓ સમુદ્ર સ્નાન કરી ઈશ્વરને પ્રસન્ન કરવા પ્રયત્નો કરશે.સોમવતી અમાસ સાથે ગ્રીષ્મ કાળના અંતિમ માસ વૈશાખ માસનું સમાપન થશે અને નવગ્રહ પૈકી એક તથા દેવો-માનવો ના કર્મોનો હિસાબ રાખતાં તથા કર્મ મુજબ ફળ પ્રદાન કરતાં સૂર્યપુત્ર શનેશ્ર્‌વર મહારાજનો જન્મદિવસ પણ છે. આમ સોમવતી અમાસે બેવડો ધર્મલાભ મળશે. સોમવતી અમાસ નિમિતે પિતૃ તર્પણ અને સમુદ્ર સ્નાનનું વિશેષ મહત્વ ધરાવે છે. જેને લઈને વલસાડના તિથલ બીચ મોટી સંખ્યામાં પિતૃ તર્પણ કરવા માટે પરિવારના સભ્યો ઉમટી પડ્યા હતા. સાથે અમાસની ભરતીની મજા માણવા ઉમટી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *