Gujarat

રાજકોટના કારખાનામાંથી ૧.૯૪ લાખનો પ્રતિબંધિત જંતુનાશક દવાનો જથ્થો ઝડપાયો

રાજકોટ
રાજકોટ શહેરમાં પ્રેસિડેન્ટવ નામના કારખાનામાં ખેતીમાં ઉપયોગમાં લેવાતી દવાઓ કે જે પ્રતિબંધીત છે તેનો જથ્થોજ હોવાની બાતમી મળતાં દરોડો પાડવામાં આવતાં પોલીસે કારખાનામાંથી એકે ૫૬ પેરામાઉન્ટછ નામની દવાના ૫૦૦ મીલીના ૧૦ નંગ, ૨૫૦ મીલીના ૨૦ નંગ, પોલી કિંગના ૫૦૦ મીલીના ૨૦ નંગ, ચીંગારીના ૧ લિટરના ૨૦ નંગ, ૫૦૦ મીલીના ૨૦ નંગ અને ૨૫૦ મીલીના ૪૦ નંગ મળી આવતાં કુલ રૂ. ૧,૯૪,૩૦૦ની પ્રતિબંધિત દવા કબ્જે કરી એફએસએલ અધિકારીને બોલાવી નમુના લેવડાવ્યા હતાં.પોલીસે કારખાનાના ભાગીદાર એવા ચિરાગ મગનભાઇ પેઢડીયા અને ચેતનભાઇ નાથાભાઇ લીંબાસીયાની પુછતાછ કરી હતી. આ બંને ચારેક વર્ષથી કારખાનુ ધરાવે છે. પરંતુ આ દવા થોડા મહિનાથી પોતે જ બનાવીને વેંચતા હોવાનું રટણ કર્યુ હતું.રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેજશન વિસ્તાનરમાં અજય વે બ્રીજવાળી શેરીમાં પ્રેસિડેન્ટ ઇન કોર્પોરેશન નામના કારખાનામાં એલસીબી ઝોન-૧ ની ટીમે દરોડો પાડી બે પિતરાઈ બંધુને ખેતરમાં વપરાતી પ્રતિબંધિત જંતુનાશક દવાઓના જથ્થાન સાથે પકડી લીધા છે. જેમાં અલગ અલગ મટીરીયલ્?સ એકઠા કરી કારખાનામાં જ આવી દવા બનાવી વેંચતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ૧,૯૪,૩૦૦ની દવા જપ્ત કરી એફએસએલમાં મોકલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *