Gujarat

દાહોદના નેલસુર ગામે વૃદ્ધ પર ટ્રેકટર ચાલકે ટ્રોલી ચઢાવી દેતા મોત

દાહોદ
ગરબાડા તાલુકાના નેલસુર ગામે રાઠોડ ફળીયામાં રહેતા હિરેન ચીમનભાઈ રાઠોડે પોતાનું ટ્રેક્ટર પૂરઝડપે હંકારી પોતાના ઘરના આંગણે ખાટલામાં સૂતાં વાલચંદભાઈ ભુરાભાઈ રાઠોડ ઉપર ટ્રેક્ટરની ટ્રોલીનો પાછળનો ભાગ ચડાવી દીધો હતો. જેના પગલે વાલચંદભાઇને શરીરે, હાથે-પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન વાલચંદભાઈનું મોત નીપજ્યું હતું. આ સંબંધે ગરબાડા તાલુકાના નેલસુર ગામે ગામતળ ફળિયામાં રહેતા નરેશભાઈ વાલચંદભાઈ રાઠોડે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ગરબાડા તાલુકાના નેલસુર ગામે એક ટ્રેક્ટરના ચાલકે પોતાનું ટ્રેક્ટર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ઘરના આંગણે ખાટલામાં સુઈ રહેલા એક વૃદ્ધ ઉપર ટ્રેક્ટરની ટ્રોલી ચઢાવી દીધી હતી. જેમાં સારવાર દરમિયાન વૃદ્ધ વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

An-old-man-was-killed-when-a-tractor-driver-loaded-a-trolley-on-him.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *