Gujarat

જેતપુરમાં બેકાબૂ કારે ફૂટપાથ પર બેઠેલા બે યુવાનને કચડતાં બંનેનાં મોત, કાર બાજુના ખેતરમાં પલટી ગઇ

અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
કારની સ્પીડ એટલી હતી કે અકસ્માત સર્જી કાર બાજુના ખેતરમાં પલટી મારી ગઇ હતી બનાવ બાદ પોલીસે સગીર કાર ચાલકની ધરપકડ કરી
રાત્રીના ૧૧ વાગ્યા પછી યુવાનો બાઇક અને કાર ની રેસ લગાડે છે : સ્થાનિકો
જેતપુરમાં ગઇકાલે મોડી રાત્રીના નકલંક આશ્રમ રોડ પર સેલેરીયો કારે ફૂટપાથ પર બેઠેલા બે મિત્રોને અડફેટે લેતા બંને મિત્રોના મોત નીપજ્યા છે.જેમાં કાર ચાલક પૂરપાટે ગાડી ચલાવી સરદાર ચોક તરફ જતો હતો તે સમયે ત્યાં રોડની સાઈડમાં ફૂટપાથ પર બેઠેલા હરનિશ મેર અને નિખિલ ઘેલાણી બંને મિત્રોને અડફેટે લેતાં ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા લોકો એમ્બ્યુલન્સની રાહ જોઈ રહ્યા હતા. એ સમયે બન્ને ઈજાગ્રસ્ત યુવાનો મોત સામે ઝઝૂમી રહ્યા હતા અને એમ્બ્યુલન્સ આવ્યા બાદ બન્નેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા,જેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે . નકલંક આશ્રમ રોડ યુવાનો માટે રેસિંગ રોડ બન્યો છે. આ હિટ એન્ડ રનની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે, જેતપુરના મોટા ચોકના પાંચ જેટલા મિત્રો ગરમીથી કંટાળી નકલંક આશ્રમ રોડ પરનાં ફૂટપાથ પર બેઠેલા હતા એ દરમિયાન  એકા એક  પૂરપાટ વેગે આવતી કારે પહેલા બે બાઇકને ટક્કર મારી હતી, બાદમાં ફૂટપાથ પર બેઠેલ પાંચ યુવાનોમાંથી બે યુવાનોને કચડી નાખ્યા હતા. કારની સ્પીડ એટલી હતી કે અકસ્માત બાદ એ બાજુના ખેતરમાં પલટી મારી ગઈ હતી.આ બનાવ બાદ પોલીસે કારચાલક સગીર યુવાનની ધરપકડ કરી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારને પણ ખૂબ નુકસાન થયું છે. કારના આગળના ભાગના ફુરચા ઊડી ગયા હતા. આ બનાવ બાદ રાત્રે લોકો એકઠા થયા હતા એ સમયે બન્ને ઈજાગ્રસ્ત યુવાનો મોત સામે ઝઝૂમી રહ્યા હતા ઘાયલોને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ ગમખ્વાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા
બીજી તરફ, ગંભીર રીતે ઘાયલ નિખિલ દિનેશભાઇ ઘેલાણી (ઉં.વ. 23) અને હાર્નીસ રાજેશ કુમાર મેર (ઉં.વ. 24)ને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાથી બાદમાં તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જૂનાગઢ ખાતે સારવાર દરમિયાન નિખિલ ઘેલાણીનું મોત થયું છે. જ્યારે હાર્નીસને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ જેતપુર પોલીસે આરોપી સગીર કારચાલક તેમજ કાર માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનાથી જેતપુર શહેરમાં ચોતરફ થી કાર ચાલક પર ફિટકાર વરસી રહ્યો છે
હરેશ ભાલીયા જેતપુર.

IMG-20220530-WA0083.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *