Uttar Pradesh

ઉત્તર પ્રદેશના નોઈડામાં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો

ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગરના નોઈડામાં (એન્ટી-હુમન ટ્રાફિકિંગ યુનિટ) એ.એચ.ટી.યુ અને સેક્ટર ૫૮ પોલીસે સોમવારે ઓનલાઈન બુકિંગ દ્વારા ગેરકાયદેસર દેહવેપાર કરનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. રેકેટ ચલાવતી ગેંગ પાસેથી બે કાર પણ મળી આવી છે. જેનો ઉપયોગ દેહ વેપાર માટે થતો હતો. આ સિવાય પોલીસને બે મોબાઈલ ફોન અને નવ હજાર રૂપિયા કેશ મળી આવ્યા છે. (એડીસ્નલ ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ) એડીસ્નલ ડી.સી.પી (ઝોન પ્રથમ) રણવિજય સિંહે જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકો મુરાદાબાદના ભુનેશકુમાર અને મુઝફ્ફરનગરના મોહમ્મદ રઝાઉલ્લા છે. બંને દિલ્હીમાં રહીને ગેંગ ઓપરેટ કરતા હતા. નોઈડામાં એવી અનેક ગેંગ છે જે ઓનલાઈન બુકિંગ કરીને દેહ વેપાર ચલાવે છે એવી સૂચના મળી હતી. ત્યારબાદ (એન્ટી-હુમન ટ્રાફિકિંગ યુનિટ) એ.એચ.ટી.યુ અને પોલીસની ટીમે પ્લાન તૈયાર કર્યો અને નકલી ગ્રાહક બની આરોપીઓનો સંપર્ક કર્યો. ત્યારબાદ આપેલ એડ્રસ પર પહોંચીને બંને આરોપીઓને દબોચી લીધા. આરોપીઓ ગરીબ યુવતીઓને પૈસાની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવતા હતા અને તેમની પાસેથી દેહ વેપાર કરાવતા હતા. ત્યારબાદ જે પૈસા મળે તેમાંથી કમિશન પેટે તગડી રકમ પડાવી લેતા હતા. ગેંગમાં અન્ય લોકોની પણ સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે ગેંગના સભ્યો ગૂગલ સાઈટ અને વોટ્‌સએપ નંબર દ્વારા લોકોનો સંપર્ક કરતા હતા અને ડીલ નક્કી થયા બાદ યુવતીઓને મોકલતા હતા. આરોપીઓએ કબૂલ્યું છે કે યુવતીઓને તેઓ પોતે ગ્રાહકોએ આપેલા એડ્રસ પર લઈ જતા અને આસપાસ જ હાજર રહેતા. ડીલ નક્કી કરવા માટે ગ્રાહકોનું એક ગ્રુપ પણ બનાવી રાખ્યું હતું. આ ઉપરાંત બાઈકથી પણ યુવતીઓને મોકલી અપાતી હતી. જે યુવતીઓને પોલીસે રેસ્ક્યૂ કરી છે તેમાંથી એક બુલંદશહેરની અને બીજી ગાઝિયાબાદની છે. યુવતીઓના જણાવ્યાં મુજબ હાલ તે બંને યુવતીઓ પતિથી અલગ રહે છે અને પૈસાની લાલચમાં આ ધંધામાં આવી ગઈ. પોલીસ અધિકારી રણવિજય સિંહના જણાવ્યાં મુજબ પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે દિલ્હી અને નોઈડા સહિત અન્ય જિલ્લાઓમાં વિદ્યાર્થીનીઓને પેસાની લાલચ આપીને આ કામમાં જાેડાવવા માટે કહેવાતું હતું. પોલીસ હવે એ જાણવાની કોશિશ કરી રહી છે કે બદમાશોએ કેટલી વિદ્યાર્થીનીઓને પોતાની જાળમાં ફસાવી હતી. ઉત્તર પ્રદેશના નોઈડામાં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. આ સેક્સ રેકેટ ઓનલાઈન બુકિંગ દ્વારા ચાલતું હતું. પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે બે યુવતીઓને પણ રેસ્ક્યૂ કરી છે અને હાલ તેમની પૂછપરછ ચાલુ છે.

India-Uttra-Pradesh-Noida-Online-Sex-Racket.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *