મુંબઈ
દીપ્તિ ધ્યાનીનાં ફેન્સ તેને જાેઇને ત્યારે ચોકી ગયા જ્યારે તે માથે મુંડન કરાવી લોકોની સામે આવી. તેણે તેનાં પતિ અને એક્ટર સૂરજ થાપરનાં સારા સ્વાસ્થ્ય માટે આ મુંડન કરાવ્યું છે. દીપ્તિએ પતિ હોસ્પિટલથી ઘરે આવે એટલે તિરુપતિ બાલાજીમાં તેનાં વાળ ચઢાવવાનો સંકલ્પ ત્યારે લીધો હતો આપને જણાવી દઇએ કે, ગત વર્ષે સૂરજ કોરોના ગ્રસ્ત થયો હતો તે સમયે તેની હાલત ગંભીર થઇ ગઇ હતી અને તેને મુંબઇની લિલાવતી હોસ્પિટલનાં ૈંઝ્રેંમાં દાખલ કરવામાં આવ્યો હતો . દીપ્તિ ધ્યાનીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર શેર કરી છે જેમાં તે માથે મુંડન કરાવેલી નજર આવે છે. અને આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર તેણે લખ્યું છે, ‘તેરે નામ સૂરજ થાપર’. સૂરજ થાપરે ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત ચીતમાં કહ્યું કે, તે દીપ્તિ જેવી જીવનસાથી મેળવીને પોતાને ભાગ્યશાળી માને છે જે તેનાં માટે આ હદ સુધી જઇ શકે છે. દીપ્તિએ સંકલ્પ લીધો હતો કે, ‘હું લીલાવતી હોસ્પિટલમાંથી ઘરે પરત આવ્યો ત્યારે તેણે મને આ વિશે જણાવ્યું હતું. હું ચોંકી ગયો હતો. અને વારંવાર તેને પ્રશ્ન કરતો હતો કે શું તારે આખુ માંથુ મુંડાવવાનું છે. જ્યારે હું આ ર્નિણયમાં સંમ્મત ન હતો ત્યારે દીપ્તિનો નિશ્ચય દ્રઢ હતો. તેનાં માટે આ જરૂરી હતું. તે મને પરત પહેલાં જેવો મારા પગ પર ઉભેલો જાેવા ઇચ્છતી હતી. તેણે મને કહ્યું કે, મારું જીવન તેનાં વાળ કરતાં વધુ મહત્વનું છે.’ સૂરજે કહ્યું કે, એક્ટર તરીકે અમારે હમેશાં સારા દેખાવું જાેઇએ.કારણ કે દીપ્તિ ધ્યાની ટીવી પર વાપસી કરવાં તૈયાર હતી. તેથી મને તેનાં કરિઅર માટે ચિંતા થઇ રહી છે. તેને આશા છે કે, મેકર્સની પાસે તે રોલ હોય જે તેને સૂટ કરશે. એક્ટરે કહ્યું કે, ઇમાનદારીથી કહું તો મને નહોતી કે મને આમ કરવું ક્યારેય યોગ્ય લાગશે કે નહીં. પણ તે હસતાં હસતાં મંદીરમાં બેસી ગઇ અને ફક્ત ભગવાનનાં નામનો જાપ કરવા લાગી. દીપ્તિ આત્મવિશ્વાસથી તેનાં નવાં લૂકને ફ્લોન્ટ કરી રહી છે અને તેને કોઇ જ પ્રકારનો દુપટ્ટો કે બેન્ડ પહર્યો ન હતો. સૂરજ થાપરે કહ્યું કે, ‘દીપ્તિ વધુ સુંદર દેખાઇ રહી છે કામની વાત કરીએ તો, હાલમાં સૂરજ થાપર ‘મીતઃ બદલેગી દુનિયા કી રીત’નો ભાગ છે.”બાઝીગર’માં શિલ્પાની ખાસ મિત્ર અંજલીનો રોલ ભજવાનારી એક્ટ્રેસ દીપ્તી ધ્યાનીની સુંદરતા તો આજે પણ એટલી જ કાયમ છે. થોડા સમય પહેલાંતેનાં પતિ અને ટીવી એક્ટર સૂરજ થાપર કોરોનાગ્રસ્ત થઇ ગયા હતાં. સંક્રમિત થયા બાદ તેમને ૈંઝ્રેંમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યારે તેમની પત્ની દીપ્તિ ધ્યાનીએ સંકલ્પ કર્યો હતો કે, તેઓ જલ્દી ઠીક થઇ જાય તે માટે તે તિરુપતિ બાલાજી જઇ તેમનાં વાળ ચઢાવશે. તેણે તેની આ માનતા પૂર્ણ કરી છે. અને તેનાં માથે મુંડન કરાવ્યું છે. જેની તસવીરો અને વીડિયો ખુદ તેનાં પતિ સૂરજ થાપરે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યાં છે.
