Delhi

કોરોના બાદ મોદી સરકારની લોકપ્રિયતા ટોપ પર પહોંચી ઃ સર્વે

નવીદિલ્હી
નરેન્દ્ર મોદીએ ૩૦ મે ૨૦૧૯ના બીજીવાર દેશના પ્રધાનમંત્રી પદે શપથ લીધા હતા. કેન્દ્રની મોદી ૨.૦ સરકારના ત્રણ વર્ષ થઈ ગયા છે. આ વચ્ચે સરકારના કામકાજને લઈને નવો સર્વે થયો છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની અપ્રૂવલ રેટિંગ કોરોના કાળ બાદ પોતાના ઉચ્ચ સ્તરે છે. પરંતુ લોકોમાં મોંઘવારી અને બેરોજગારીને લઈને ચિંતા પણ વધી છે. લોકલ સર્કલ્સ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ૬૭ ટકા લોકોએ માન્યુ કે મોદી સરકાર બીજા કાર્યકાળમાં પોતાની આશા પર ખરી ઉતરી કે તેણે વધુ કામ કર્યુ છે. આ સર્વેમાં ૬૪ હજાર લોકોએ ભાગ લીધો હતો. મહત્વનું છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન સરકારના કામકાજથી ૫૧ ટકા લોકો ખુશ હતા. આ રીતે સરકારની અપ્રૂવલ રેટિંગમાં આ મોટો વધારો છે. સર્વેમાં સામેલ બે તૃતિયાંશ લોકોએ તેમના કામકાજની પ્રશંસા કરી છે. મહત્વનું છે કે દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન હોસ્પિટલોમાં ઓક્સીજન, બેડ્‌સ અને દવાઓની કમી જાેવા મળી હતી. તો ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કોરોનાના શરૂઆતી સમયમાં પણ મોદી સરકારની અપ્રૂવલ રેટિંગ ૬૨ ટકા રહી હતી. આ રીતે કોરોના કાળની શરૂઆતથી અત્યાર સુધી મોદી સરકારની અપ્રૂવલ રેટિંગ સૌથી વધુ છે. સર્વેમાં સામેલ લોકોએ કહ્યું કે સરકાર કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા સારા ઉપાય કર્યાં અને અર્થવ્યવસ્થાને સંભાળવાનું કામ કર્યું છે. પરંતુ લોકોએ મોંઘવારી અને બેરોજગારીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ૪૭ ટકા લોકોએ કહ્યું કે કેન્દ્ર સરકાર બેરોજગારીનો સામનો કરવામાં નિષ્ફળ રહી છે. આ વચ્ચે લોકોમાં બેરોજગારી ઘટડાવાના સરકારના પ્રયાસો પર વિશ્વાસ વધ્યો છે. સર્વેમાં સામેલ ૩૭ ટકા લોકોએ કહ્યું કે બેરોજગારીને દૂર કરવા સરકાર પ્રયાસ કરી રહી છે. આ પહેલાં આમ માનનાર લોકોની સંખ્યા ૨૦૨૧માં ૨૭ ટકા હતી, જ્યારે ૨૦૨૦માં આંકડો ૨૯ ટકા હતો. કોરોનાની શરૂઆતમાં મોટા પાયે મજૂરોનું પલાયન થયું હતું અને તેની અસર નોકરી પર પડી હતી. મોદી સરકારની અપ્રૂવલ રેટિંગમાં આ વધારો તેવા સમયે થયો છે, જ્યારે દેશમાં મોંઘવારીએ ૮ વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. સર્વેમાં સામેલ ૭૩ ટકા લોકોએ કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં જરૂરી વસ્તુની કિંમતમાં કમી આવી નથી. મોંઘવારીનો વિષય સરકાર માટે પણ ચિંતાનું કારણ બની શકે છે. સર્વેમાં સામેલ ૭૩ ટકા લોકોએ કહ્યું કે તે પોતાનું અને પરિવારનું સારૂ ભવિષ્ય ભારતમાં જુએ છે. તો સામાજિક સદ્ભાવના મામલામાં ૬૦ ટકા લોકોએ સરકારના કામકાજને સારૂ માન્યુ તો ૩૩ ટકાનો મત અલગ હતો. સર્વેમાં સામેલ ૫૦ ટકાથી વધુ લોકોએ કહ્યું કે દેશમાં કારોબાર કરવો પહેલાના મુકાબલે સરળ થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *