Delhi

મૂસેવાલાના હત્યામાં વપરાયેલ એએન-૯૪ અસોલ્ટ રાઈફલ રશિયન હથિયાર છે

નવીદિલ્હી
સરકાર દ્વારા મુસેવાલાની સુરક્ષામાં કાપ મુક્યાના ૨૪ કલાક કરતા પણ ઓછા સમયમાં રવિવારે ઘોળા દિવસે હત્યા કરી દેવામાં આવી હતી. માનસા જિલ્લાના તેમના પૈતૃક ગામ પાસે ગેંગસ્ટરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કેનેડાના ગેંગસ્ટર ગોલ્ડી બરાડ અને લોરેન્સ બિશ્નોઇએ હત્યાની જવાબદારી લીધી છે. એએન-૯૪ અસોલ્ટ રાઇફલનું નામ તેના મુખ્ય ડિઝાઇનર ગેનાડી નકોનોવના નામ પર રાખવામાં આવ્યું છે. ગેનાડીએ આ પહેલા આ નામથી એક મશીન ગન પણ તૈયાર કર્યું હતું. આ રાઇફલને બનાવવાનું કામ ૧૯૮૦માં શરુ થયું હતું અને ૧૯૯૪માં પુરુ થયું હતું. પોલીસે જણાવ્યું કે મુસેવાલા અને તેના બે સાથીઓ પર ૨ મિનિટ ૩૦ સેકન્ડ સુધી સતત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એએન-૯૪ રાઇફલ ટૂ રાઉન્ડ બર્સ્‌ટ મોડમાં પ્રતિ મિનિટ ૬૦૦ રાઉન્ડ અને ફુલ ઓટો મોડમાં ૧૮૦૦ ગોળીઓ પ્રતિ મિનિટ ફાયર કરે છે. એએન-૯૪ રશિયન અસોલ્ટ રાઇફલ ૯૦૦ મીટર કે પછી ૩૦૦૦ ફૂટ પ્રતિ સેકન્ડની ઝડપથી ગોળીઓ ચલાવે છે. જ્યારે છદ્ભ-૪૭ ૭૧૫ મીટર એટલે કે લગભગ ૨૦૦૦ ફૂટ પ્રતિ સેકન્ડની ઝડપથી ફાયર કરે છે. રાઇફલને ચલાવવા માટે બે મોડ આપવામાં આવ્યા છે. પ્રથમ મોડમાં રાઇફલમાં ૧૮૦૦ રાઉન્ડ ફાયરિંગ પ્રતિ મિનિટ કરે છે. જ્યારે બીજા મોડમાં આ રાઇફલ ૬૦૦ રાઉન્ડ પ્રતિ મિનિટ ફાયરિંગ કરે છે. આ રાઇફલમાં ૩૦ થી ૪૫ કારતૂસ એક વખતમાં ફરવામાં આવે છે.ગાયક અને પંજાબ કોંગ્રેસના નેતા સિદ્ધુ મુસેવાલાની હત્યાની તપાસમાં માહિતી સામે આવી છે કે હત્યામાં એએન-૯૪ રશિયા અસોલ્ટ રાઇફલનાએવોમેટ નિકોનોવા મોડલનો ઉપયોગ કર્યો હતો. આ પહેલા કહેવામાં આવ્યું હતું કે મુસેવાલાની હત્યામાં એક-૪૭નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એનાથી એ સવાલ ઉભો થાય છે કે આવા આધુનિક હથિયારની આપૂર્તિ પંજાબમાં કેવી રીતે કરવામાં આવી રહી છે. પડોશી રાજ્યોએ આ મામલામાં પંજાબ પોલીસની મદદ કરવા માટે ટીમો બનાવી છે. તે હથિયાર તસ્કરો પર નજર રાખી રહ્યા છે. જેથી એ જાણી શકાય કે અત્યાધુનિક હથિયાર કેવી રીતે લાવવામાં આવે છે.

AN-94-Assault-Rifle.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *