વલસાડ
વલસાડ જિલ્લાને અડીના આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર-હવેલીના સન પ્લાન્ટ કંપનીમાં સામાન લઈ જવા માટે બનાવેલી લિફ્ટમાં સાગર શર્મા નામના ૨૭ વર્ષીય યુવકની ગરદન લિફ્ટની બહાર રહી જતાં કમકમાટી ભરી દુઘટનામાં કામદારનું મોત નીપજ્યું હતું. ગરદન ફસાઈ ગઈ હતી, એ દરમિયાન લિફ્ટ ચાલુ થઈ જતાં સાગરની ગરદન અને ધડ અલગ થઈ ગયાં હતાં. ઘટનાની જાણ કંપનીના કામદારો અને સંચાલકને થતાં તેમણે ઘટના અંગે નજીકના પોલીસ મથકે જાણ કરી હતી. દાદરા અને નગર-હવેલીના પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. દાદરા અને નગર-હવેલીના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.કંપની દ્વારા માલવાહક લિફ્ટની મંજૂરી લેવામાં આવી હતી કે નહીં એ અંગે તપાસ હાથ ધરાઈ વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરા અને નગર-હવેલીમાં આવેલી સન પ્લાન્ટ કંપનીમાં સામાન લઈ જવાની લિફ્ટમાં કામદારનું માથું બહાર રહી જતા કામદારનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ દાદરા અને નગર-હવેલીના પોલીસને થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.