ગાંધીનગર
હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી અને બાદમાં કરેલી પ્રેસ-કોન્ફરન્સમાં પણ રામ મંદિર, ઝ્રછછ, દ્ગઇઝ્રનાં વખાણ કર્યા હતા. તેમનું કહેવું છે કે યુવાનો દેશ માટે સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઈચ્છે છે, પણ હકીકત એ છે કે કોંગ્રેસનું એક જ કામ છે- કેન્દ્ર સરકારનો વિરોધ કરવાનું. દેશ અયોધ્યામાં રામ મંદિર, ૩૭૦, ઝ્રછછ-દ્ગઇઝ્ર અને ય્જી્ જેવા ર્નિણય ઈચ્છે છે, જ્યારે કોંગ્રેસ માત્ર અવરોધો પેદા કરે છે. કોંગ્રેસ પર ગુસ્સો એટલા માટે આવે છે, કારણ કે વારંવાર ધર્મની વાતને અવગણવામાં આવે છે. તેમણે વિરમગામ ખાતે તેમના પિતાની પ્રથમ પુણ્યતિથિએ કહ્યું હતું કે આ રાજ્યમાં મારાથી મોટો હિન્દુવાદી કોઈ રાજકારણી નહીં હોય. મારા ઘરે ભગવાન રામની મોટી મૂર્તિ છે, તેની હું રોજ પૂજા કરું છું. તેમણે રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કાર્યક્રમની પૂર્વસંધ્યાએ કહ્યું હતું કે ‘આશા રાખું છું કે મંદિર ભારત અને ગુજરાતમાં રામ રાજ્ય લાવશે. તેમણે મંદિર નિર્માણમાં ૨૧ હજાર રૂપિયાનું દાન પણ આપ્યું હતું. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની પક્ષ સાથેની નારાજગીએ ગંભીર સ્વરૂપ લીધું હતું. તેમની ગતિવિધિઓ અને નિવેદનથી પણ તેમનું કાૅંગ્રેસ સાથે અંતર સ્પષ્ટ જણાતું હતું. ખાસ કરીને રાહુલ ગાંધી પણ ગુજરાત આવ્યા ત્યારે હાર્દિક સાથે વાત કરવાનું તો ઠીક, તેમની નોંધ લેવાનું પણ ટાળ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી જાેવા મળી હતી.કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ ભાજપમાં જાેડાઈ જશે એવી ચર્ચાઓએ જાેર પકડ્યું હતું, પરંતુ હવે તેઓ આગામી ૨ જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જાેડાશે. કમલમમાં બપોરે બાર વાગ્યે સત્તાવાર રીતે હાર્દિક પટેલ કેસરિયો ખેસ ધારણ કરશે. એ ઉપરાંત ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની મણિનગર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર રહેલાં શ્વેતા બ્રહ્મભટ્ટ પણ બીજી જૂને ભાજપમાં જાેડાશે. કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓ ભાજપમાં જાેડાઈ રહ્યા છે. હાર્દિક પટેલના રાજીનામા બાદ હવે કોંગ્રેસનાં પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ કેસરિયો ખેસ પહેરશે. શ્વેતા બ્રહ્મભટ્ટ ૫૦૦ કાર્યકર્તા સાથે ભાજપમાં જાેડાશે. ૨૦૧૭ની વિધાનસભામાં તેઓ અમદાવાદની મણિનગર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર હતાં. એ ઉપરાંત થોડા દિવસો પહેલાં જ તેમણે રાજભવન ખાતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. ૧૭ મેના રોજ હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ટિ્વટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. હાર્દિક પટેલ ૧૨ માર્ચ, ૨૦૧૯ના રોજ કોંગ્રેસ પક્ષમાં જાેડાયા હતા. ત્યારથી અત્યારસુધી, એટલે કે ૩ વર્ષ, ૨ મહિના અને ૬ દિવસ સુધી તેઓ કોંગ્રેસમાં રહ્યા, જે ૧૧૬૧ દિવસ થાય છે. આ બાદ હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં ખોડલધામમાં પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધબારણે બેઠક યોજી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈપણ પાર્ટીની અંદર કોઈપણ નેતા હોય, તેમની જવાબદારી નક્કી હોય છે.
