પંજાબ
પંજાબના માનસા જિલ્લામાં અજ્ઞાત હુમલાખોરોએ રવિવારે પંજાબી સંગીતકાર અને કોંગ્રેસી રાજકારણી સિદ્ધુ મૂઝવાલાની ગોળી મારીને હત્યા કરી નાખી હતી, જેનાથી દેશ આઘાતમાં હતો. જ્યારે તેમના મૃત્યુ વિશે જાણ્યું ત્યારે ચાહકો આઘાત અને શોકમાં હતા. કોઈને જ વિશ્વાસ થઈ રહ્યો નહોતો અને શું થયું હતું તે સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમના ચાહકો સહિત ગાયકનો ડોગ પણ તેમના માલિકના મૃત્યુનો શોક કરી રહ્યો છે અને તેને યાદ કરી રહ્યો છે. ડોગ તેમની લાગણીઓ મૌખિક રીતે વ્યક્ત કરી શકતા નથી, પરંતુ તેઓ તેમની શારીરિક ભાષા દ્વારા ઉદાસીનાં લક્ષણો પ્રદર્શિત કરે છે. સોશિયલ મીડિયા પર એક દુઃખદ વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મૂસેવાલાના ડોગએ અનુભવેલી ઉદાસીનતા અને નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી છે. જ્યારે એક ડોગ બબડાટ કરતો જાેવા મળી રહ્યો છો, ત્યારે બીજાે ખૂણે મોં મારતો જાેવા મળ્યો હતો. ૨૮ વર્ષીય સંગીતકાર છેલ્લી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર માનસાથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ છછઁના વિજય સિંગલાએ તેમનો પરાજય થયો હતો. સિદ્ધૂની મોત બાદ તેનું છેલ્લુ ગીત ‘ધ લાસ્ટ રાઇડ’ ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. આ ગીતને સાંભળીને લાગે છે જાણે સિદ્ધૂએ પોતાનું ભવિષ્ય પહેલાથી જ ભાખી લીધું હોય. સિદ્ધૂએ ગીતમાં જુવાનીમાં પોતાના મોતનો ઉલ્લેખ કર્યો છે. એક લાઇનમાં સિદ્ધૂએ કહ્યું છે કે, ‘જુવાનીમાં જ અર્થી ઉઠશે’. સિદ્ધૂના આ છેલ્લા શબ્દોને સાંભળીને ફેન્સ પણ ખૂબ દુઃખી છે. સિદ્ધૂના મોત બાદ સોશ્યલ મીડિયા પર તેનું ૨૯૫ સોંગ પણ ખૂબ વાયરલ થઇ રહ્યું છે. આ ગીતને ફેન્સ તેના મોતની તારીખ સાથે કનેક્ટ કરી રહ્યા છે. હકીકતમાં સિદ્ધૂની હત્યા પણ મે મહીનાની ૨૯ તારીખે (૨૯-૦૫-૨૦૨૨) થઇ છે.
