Gujarat

સરદાર પટેલ યુનિવર્સિટીમાં પીએચડી કરનારા લોકો માટે ૧૦ દિવસીય અભ્યાસવર્ગનું આયોજન

આણંદ
વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગ અને અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા સામાજિક વિજ્ઞાનક્ષેત્રમાં વિદ્યાવાચસ્પતિની પદવી (પી. એચ. ડી. ની ડિગ્રી) માટે સંશોધન કરી રહેલા સંશોધનાર્થીઓ માટે ૧૦ દિવાસીય સંશોધન પદ્ધતિશાસ્ત્રના અભ્યાસવર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસવર્ગનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધને પ્રોત્સાહન પૂરૂ પાડવાનો તેમજ સંશોધને ગુણવત્તાયુક્ત બનાવવાનો હતો. અભ્યાસવર્ગના ઉદ્દઘાટન સમારંભના અધ્યક્ષ સ્થાનેથી ઉદ્દબોધન કરતાં પ્રોફે. એન. વી. શાસ્ત્રીએ સંશોધનાર્થીઓને સામાજિક વિજ્ઞાનમાં કેવા પ્રકારના સશોધનોની આવશ્યકતા છે તેમજ સામાજિક વિજ્ઞાનમાં સંશોધનના ક્ષેત્રો વિશે માર્ગદર્શન પૂરૂ પાડયું હતું. આ સમારંભમાં મુખ્ય અતિથી તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ અને એમબીએ વિભાગના પ્રાધ્યાપક પ્રોફે. મિતેષ જયસવાલ ઉપસ્થિત રહ્યા હતા. સરદાર પટેલ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગનાઅધ્યક્ષા ડો. કિંજલ આહીરે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. અભ્યાસવર્ગ દરમિયાન જૂદા-જૂદા રાજ્યોમાંથી જૂદા-જૂદા વિષયના નિષ્ણાતોએ ઉપસ્થિત રહી સંશોધનાર્થીઓને સામાજિક વિજ્ઞાનમાં ઉપયોગી વિવિધ સંશોધન પદ્ધતિઓ અને સંશોધનમાં ઉપયોગી ઉપલબ્ધ સોફટવેરથી પરિચિત કરાવ્યા હતા અને તેના ઉપયોગથી માહિતગાર કર્યા હતા.વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીના મનોવિજ્ઞાન વિભાગ અને અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા ૧૦ દિવાસીય સંશોધન પદ્ધતિશાસ્ત્રનો અભ્યાસવર્ગ યોજાયો હતો. જેમાં દેશના જૂદા જૂદા રાજ્યો જેમ કે ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક અને ગુજરાતની જૂદી જૂદી યુનિવર્સિટીમાંથી કુલ ૨૯ સંશોધાર્થીઓ જાેડાયા હતા. આ અભ્યાસવર્ગનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધને પ્રોત્સાહન પૂરૂ પાડવાનો તેમજ સંશોધને ગુણવત્તાયુક્ત બનાવવાનો હતો.

India-Gujarat-Anand-sardar-patel-university-anand.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *