Gujarat

સમ્રાટ પૃથ્વિરાજના પ્રમોશન સમયે અક્ષયકુમાર અને ટીમે સોમનાથ મંદિરના દર્શન કર્યા

સોમનાથ
‘સમ્રાટ પૃથ્વીરાજ’ ફિલ્મ ૩ જૂનના રોજ રિલીઝ થઈ રહી છે. ત્યારે રાજપૂત કરણી સેનાના વકીલ દ્વારા ફિલ્મ વિરૂદ્ધ પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી જેમાં ફિલ્મનું નામ બદલવાની વાત કરવામાં આવી હતી. જાે કે, ફિલ્મને લઇને ઉભા થતા વિવાદો બાદ ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું નામ બદલીને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કરવામાં આવ્યું હતું.બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર તેમની આગામી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વિરાજ’ના પ્રમોશન માટે હાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે અક્ષય કુમાર આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શનાર્થે પહોંચ્યા હતા અને તેમની સાથે ફિલ્મની એક્ટ્રેસ મિસ વર્લ્‌ડ માનુષી છિલ્લર પણ ઉપસ્થિત રહી હતી. બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર સોમનાથ દાદાના દર્શન કરી ભાવવિભોર બન્યા હતા. બોલીવુડ એક્ટર અક્ષય કુમાર અને માનુષી છિલ્લર તેમજ ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી હેલિકોપ્ટર દ્વારા સોમનાથ મંદિર આવી પહોંચ્યા હતા. જ્યાં હેલિપેડ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જાે કે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થના દર્શન કરીને અભિનેતા અક્ષય કુમાર ભાવવિભોર થયા હતા. પ્રેસ કોન્ફરન્સમાં પોતાના દર્શનના અનુભવનો વર્ણન કરતા તેઓએ જણાવ્યું હતું કે સોમનાથ મંદિરની અંદર દિવ્યજ્યોતિ છે. આપ મંદિરની અંદર પ્રવેશ કરો એટલે ઉર્જાનો અનુભવ કરો છો. સોમનાથ મહાદેવનો મહિમા અલૌકિક છે. આ સાથે જ સમ્રાટ પૃથ્વીરાજ મુવીના ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ સોમનાથના અનુભવને અભૂતપૂર્વ ગણાવ્યો હતો. થોડા વર્ષોમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને લગતુ કન્ટેન્ટ પોતાના દ્વારા નિર્માણ કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. પૃથ્વીરાજ મુવીથી પોતાનું ડેબ્યુ કરનારી મિસ વર્લ્‌ડ માનુષી છિલ્લર દ્વારા પૃથ્વીરાજ મુવીને સ્ત્રી સશક્તિકરણનું સાચું ઉદાહરણ ગણાવવામાં આવી હતી. સોમનાથ મહાદેવને ચડાવવામાં આવતા દૂધ ફળો સહિતની સામગ્રી ગરીબોને આપી દેવા અક્ષય કુમારે સોમનાથ મંદિર ટ્રસ્ટને સૂચન કર્યુ હોવાનું અને ટ્રસ્ટે વિનંતીને ગ્રાહ્ય રાખી હોવાનું ડિરેક્ટર ચન્દ્રપ્રકાશ દ્વિદીએ જણાવ્યું હતું.

India-Gujarat-Somanath-Akshay-Kumar-gujarat-Visit-with-Manushi-chillaer-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *