Gujarat

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ખેડૂતો માટે આશિર્વાદ સમાન સાબિત થઈ

ગાંધીનગર
સામાન્ય રીતે ચોમાસામાં જરૂર કરતાં વધુ વરસાદ થાય અને ખેતરમાં વાવેતર થયેલ પાક ધોવાઇ જાય, ભારેથી અતિભારે વરસાદ થાય કે સતત વધુ વરસાદ નોંધાવાના કારણે ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થાય તથા સામાન્ય ૪૮ કલાકમાં ૨૫ ઇંચ કે તેથી વધુ વરસાદન નોંધાય તો અતિવૃષ્ટિ ગણવામાં આવે છે અને જે તે વિસ્તારમાં ૨૫ ઇંચ વરસાદ નોંધાયેલ હોય તેવા વિસ્તારને નોટિફાઇડ કરીને તેવા ખેડૂતોને સહાય આપવામાં આવે છે. રાજ્યમાં કે રાજ્યના જે તે વિસ્તારમાં ચોમાસા દરમિયાન ૧૦ ઇંચ કે તેથી ઓછો વરસાદ નોંધાય તથા ચોમાસા દરમિયાન બે વરસાદ વચ્ચે સતત ૨૮ દિવસનો સમયગાળાનો ગેપ સર્જાય તો તેને દુષ્કાળ જાહેર કરી તે પ્રમાણે વળતર આપવામાં આવે છે. ચોમાસા સિવાયના સમયગાળા દરમિયાન સળંગ ૪૮ કલાકમાં ૫૦ ઇંચ જેટલો ભારે વરસાદ કે તોફાન સાથે વરસાદ થાય અને ખેતીના પાકને નુકસાન થાય તો માવઠાનું જાેખમ ગણી તે બદલ વળતર આપવામાં આવે છે. રાજ્યમાં જ્યાં પણ આ કૂદરતી આફત સર્જાય ત્યાં જિલ્લા કલેક્ટર દ્વારા આ અસરગ્રસ્ત વિસ્તારની યાદી રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલી આપે છે, રાજ્ય સરકાર દ્વારા ૭ દિવસમાં તેને લગતા મંજૂર કરવાના હૂકમ જાહેર કરવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા અનેક જન કલ્યાણકારી અને લોક હિતૈષી યોજનાઓ અને કાર્યક્રમો આપવામાં આવતાં હોય છે. રાજ્ય સરકારનો આવો જ એક જન કલ્યાણ અને કિસાનો માટે કુદરતી આપત્તિઓમાં પણ આશિર્વાદ સમાન ગણાતી યોજના એટલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. ગુજરાતના સેંકડો કિસાનોના વ્યાપક હિતમાં વર્ષ ૨૦૨૦માં ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી. જે કુદરતી આફતો વખતે ખેડૂતોના પાકને થતાં નુકસાન બદલ વળતર આપવા અને ખેડૂતોના કુદરતી આફતો સામે થયેલ નુકસાનની ભરપાઇ કરતી યોજના છે. સામાન્ય રીતે સમગ્ર દેશમાં ખેડૂતોના પાકને કૂદરતી કે આકસ્મિક નુકસાન થાય તો તે બદલ પ્રધાનમંત્રી પાક વિમા યોજના અમલમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ યોજના ૨૦૧૬માં શરૂ કરવામાં આવેલ છે. પરંતું, ગુજરાતમાં પાક વિમા યોજના એજન્સીઓ અને મંડળીઓ કે કંપનીઓ દ્વારા પ્રિમિયમ લઇ બાદમાં વળતર આપતી નહોતી, વિવિધ રૂલ્સ અને નિયમોના સહારે ખેડૂતોને વળતર ચુકવતી નહોતી. જેના કારણે, રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે, જેના માટે કિસાનોએ કોઇ પ્રિમિયમ ભરવાનું રહેતું નથી. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે કમોસમી વરસાદ, ભારે વાવાઝોડા જેવી સ્થિતિમાં ખેડૂતોને થતાં નુકસાન બદલ વળતર ચુકવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરૂ કર્યા બાદ સેંકડો ખેડૂતોને વળતરનો લાભ મળ્યો છે. રાજ્ય સરકારના સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફંડમાંથી આ યોજના માટે સહાય ચુકવવામાં આવે છે. રાજ્યના ૫૩ લાખથી વધુ નાના મોટા અને સિમાંત ખેડૂતો આ યોજનાના સીધા લાભાર્થી ગણાય છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના દ્વારા નુકસાનના ૩૩ ટકાથી ૬૦ ટકા નુકસાની બદલ વળતરની માંગણી કરી શકાય છે. નુકસાન સર્જાય ત્યારે ૨૦ હજાર પ્રતિ હેક્ટરના દરથી વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં વળતર મેળવવા હકદાર છે. જ્યારે, ૬૦ ટકાથી વધુ નુકસાન સર્જાય તો ૨૫ હજાર પ્રતિ હેક્ટર વળતર ચુકવવામાં આવે છે. રાજ્ય સરકારની આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં કોઇ એજન્સી ન હોવાથી સીધા ખેડૂત લાભાર્થીને સહાયની રકમ ડ્ઢમ્‌ કરવામાં આવે છે. જૂની યોજનામાં વીમા કંપનીઓ સહાય ચુકવવામાં ઠાગાઠૈયા કરતી હતી જેનાથી ખેડૂતો સહાયથી વંચિત રહેતા હતા. રાજ્ય સરકારની આ યોજના ખેડૂતોને અતિવૃષ્ટિ (ભારે કે અતિ ભારે વરસાદ), અનાવૃષ્ટિ (દુષ્કાળ) તથા કમોસમી વરસાદ કે માવઠાની પરિસ્થિતિમાં રાજ્યમાં ૮-અ ધારક ખેડૂત ખાતેદાર, ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળના સનદ ધારક ખેડૂત ખાતેદાર આ યોજના હેઠળ વળતર માટે હકદાર ગણાય છે. પરંતું, જે તે ખરીફ ઋતુમાં વાવેતર ન કરનાર ખેડૂત આ યોજના લાભ મેળવવા હકદાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *