રાજકોટ
કુવાડવા ગામે ઢોલરિયા મઢી વાળી શેરીમાં બન્યો છે. જ્યાં ભરતભાઇ કાંતિલાલ પાવ નામના વૃદ્ધે આજે બપોરે તેમના ઘરે ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી છે. એએસઆઇ મોહિતભાઇની તપાસમાં ઘર પાસે દૂધનું વેચાણ કરતા ભરતભાઇ ડાયાબિટીસની બીમારીથી પીડાતા હોય ત્રણેક દિવસથી તેઓ ચિંતિત રહ્યા કરતા હતા અને આજે અંતિમ પગલું ભરી લીધાનું મૃતકના પુત્રે જણાવ્યું છે. મૃતકને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરી છે.મુશ્કેલીઓથી ત્રસ્ત લોકો માટે જાણે આપઘાત એક માત્ર કારણ હોવાનું માની લોકો જિંદગી ટૂંકાવી રહ્યાં છે. આર્થિક ખેંચતાણ કે પારિવારીક ઝઘડાથી કે બીમારીથી કંટાળી જઇ આપઘાત કરી લીધાના બનાવ અવારનવાર નોંધાતા હોય છે. શહેરમાં આપઘાતના બનાવો સામાન્ય બની ગયા છે. રોજ બેથી વધુ આપઘાતના બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે મંગળવારે આપઘાતના વધુ બે બનાવમાં યુવાને સાસરિયાઓના ત્રાસથી અને વૃદ્ધે બીમારીથી કંટાળી જિંદગી ટૂંકાવી લીધી છે. રાજકોટ શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નવાગામ રંગીલા સોસાયટીમાં આજે બપોરે બન્યો છે. અહીં રહેતા કિશન દિલીપભાઇ સોલંકી નામના યુવાને તેના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની પરિવારને ખબર પડતા તુરંત બેભાન હાલતમાં નીચે ઉતારી ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ની તપાસમાં કિશનનું મોત નીપજ્યાનું જાહેર કરી કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. પીએસઆઇ એસ.આર.વળવી સહિતનો સ્ટાફ દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં ડ્રાઇવિંગ કામ કરી ગુજરાન ચલાવતો કિશન પરિણીત હતો. છેલ્લા ઘણા સમયથી કિશનને સાળા સહિતના સાસરિયાઓ પૈસા સહિતના મુદ્દે યેનકેન પ્રકારે ત્રાસ આપતા હોય કંટાળીને પગલું ભર્યાનું જાણવા મળ્યું છે. બે ભાઇ, એક બહેનમાં વચેટ કિશનને આપઘાત માટે મજબૂર કરનાર સાસરિયાઓ સામે મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
