ભાવનગર
ભાવનગરની નારી ચોકડી તરફથી આવી રહેલી આ કારે નારી ચોકડી પાસે એક પરપ્રાંતિય શખ્સને અડફેટે લીધો હતો જાેકે તેને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી. જે બાદ પુરપાટ ઝડપે આવી રહેલી આ કારે મસ્તરામ બાપા મંદિર આગળ જીજે-૦૪-એજે-૨૨૫૨ નંબરના એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલક મુકેશભાઈ દિનેશભાઈ વંકાણી (ઉ.વ.૪૫, રહે. તળાજા રોડ, કાચના મંદિર પાસે, શિવનગર)નું મોત થયું હતું. આ સ્થળે જ કારે એક રિક્ષાને પાછળથી ટલ્લો મારત રિક્ષા ફંગોળાઈને રોડ પર ડિવાઈડરનું કામ કરી રહેલા જેસીબીમાં ઘુસી જતાં રિક્ષાચાલક વિજયભાઈ આણંદભાઈ રાઠોડ (રહે. સિદસર)ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ઈમર્જન્સી ૧૦૮ મારફત સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોત બનીને આવેલી આ કારનો નંબર જીજે-૦૫-સીજી-૬૦૧૩ હોવાનું જાણવા મળ્યું છે. જાેકે આ અકસ્માત સર્જીને કાર ચાલક ચિત્રા જીઆઈડીસીમાં કાર મુકીને ફરાર થયો હતો. જેને પોલીસે કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે. મળતી વિગતો પ્રમાણે આરોપીઓને પોલીસે ઝડપી લીધાં છે પરંતુ સત્તાવાર હજુ કોઈ જાહેરાત થઈ નથી.નારી ચોકડીથી મસ્તરામ બાપા મંદિર વચ્ચેના આશરે દોઢ કિમી રોડ પર એક કાર ચાલકે ત્રણ અકસ્માત સર્જ્યા હતા. જેમાં ૧નું મોત થયું છે જ્યારે એક રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે. નારી ચોકડીથી મસ્તરામ બાપા મંદિર વચ્ચેના આશરે દોઢ કિમીના રસ્તામાં સડસડાટ આવી રહેલી જીજે-૦૫-સીજી-૬૦૧૩ નંબરની કારે ત્રણ અકસ્માત સર્જ્યા છે.