ગાંધીનગર
ગાંધીનગરમાં શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા નાગરિકો માટે જી બાઈકનો સાયકલ શેરીંગ પ્રોજેક્ટ શરૂ કરી ૧૦ સ્થળોએ સાયકલ સ્ટેન્ડ ઉભા કરાયા હતા. શરૂઆતમાં એટલે કે વર્ષ ૨૦૧૬માં ગાંધીનગરમાં ૧૦૦ સાયકલો સાથે પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જેને સારો એવો પ્રતિસાદ મળતાં સાયકલોની સંખ્યા ૫૦૦ કરવામાં આવી હતી અને સ્ટેન્ડની સંખ્યા વધારી ૩૦ કરવામાં આવી હતી. જે માટે સવારે ૬થી ૧૦ વાગ્યા સુધી નિશુલ્ક અને ત્યાર બાદ રાત્રે ૯ વાગ્યા સુધી કલાકના રૂ. ૫ ભાડાથી સાયકલ ફેરવવા અપાતી હતી. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ લોકોની તંદુરસ્તી બની રહે તે હેતુને જ કેન્દ્ર સ્થાને રાખીનેનો પ્રોફિટનો લોસના ધોરણે જી બાઇકનું સંચાલન અને સંકલન ગુડા દ્વારા કરાયું હતું. સાથે જ બીજાે મહત્વનો હેતુ ટ્રાફિકની સરળતાનો હતો. લોકો ખુબ ઓછા ખર્ચમાં ઉપલબ્ધ સાયકલ ચલાવતા રહે તેટલા મોટા વાહનોની અવર જવર ઘટવાથી ટ્રાફિક વધુ સરળ બનતો હતો. જાે કે સમય જતાં યોગ્ય જાળવણીના અભાવે ઘણી સાયકલ ભંગાર હાલતમાં થઈ ગઈ હતી. સાયકલ શેરિંગની સુવિધા બંધ કરીને તેનો કોન્ટ્રાક્ટ રીન્યુ કરવામાં આવ્યો નથી. કેમ કે સાયકલ શેરિંગ પ્રોજેક્ટમાં જે વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો, તે તમામ વિસ્તાર હવે કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ થઇ ગયો છે. જેથી તેનું સંચાલન હવે મનપા તંત્ર દ્વારા કરવાનું રહે છે. પરંતુ કરોડોના ખર્ચે તરતો મૂકવામાં આવેલા આ પ્રોજેકટ ઉપર હાલ તો પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. ત્યારે ઠેર ઠેર ઉભા કરવામાં આવેલા સાયકલ સ્ટેન્ડના બિન ઉપયોગી કેબીનો નાગરિકો માટે સમસ્યા બની ગયા છે. ઘણી જગ્યાએ ફૂટપાથ ઉપર જ સાયકલ સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હોવાથી નાગરિકોને ચાલવાની પણ તકલીફ પડી રહી છે. આવા સંજાેગોમાં બિન ઉપયોગી સાયકલ સ્ટેન્ડ સત્વરે શહેરમાંથી દૂર કરી જગ્યા ખુલી કરવા માટે શહેર વસાહત મહા સંઘ દ્વારા કલેક્ટર સમક્ષ માંગણી કરવામાં આવી છે.ગાંધીનગર શહેરમાં ગુડા દ્વારા તરતો મૂકવામાં આવેલો સાયકલ શેરીંગ પ્રોજેક્ટ યોગ્ય આયોજનના અભાવે બંધ કરી દેવાયો છે. ત્યારે શહેરમાં ઠેર ઠેર મૂકવામાં આવેલા બિન ઉપયોગી સાયકલ સ્ટેન્ડ પણ હટાવી લેવા માટે શહેર વસાહત મહા સંઘ દ્વારા કલેક્ટર સમક્ષ માંગણી કરવામાં આવી છે.