Gujarat

પોલીસે સીસીટીવી ચેક કરી ઈનોવા કારે ટક્કર મારી હોવાનું સામે આવ્યું

ગાંધીનગર
આજથી ૧૩ દિવસ અગાઉ રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં સોલંકીપુરા પાટિયા પાસેના રોડ ઉપર ૪૫ વર્ષીય કરણસિંહ સોલંકીને કોઈ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને નાસી ગયો હતો અને કરણસિંહને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે કરણસિંહને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત અંગે મૃતકના સગા ઈન્દ્રસિંહને જાણવા મળ્યું હતું કે, કરણસિંહ રાત્રીના સમયે બાઈક લઈને સોલંકીપુરા પાટિયા નજીકના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારીને બાઇકને ટક્કર મારી હતી. જેમની ફરિયાદના આધારે ચીલોડા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. પીઆઈ મયુરધ્વજસિંહ જાડેજાની ટીમમાં પીએસઆઇ એમ.એચ. ચૌધરી દ્વારા ઘટનાસ્થળે જઈને અકસ્માતની તલસ્પર્શી તપાસ શરૂ કરી હતી. જેમાં અકસ્માત સ્થળથી થોડેક દૂર ઇનોવા ગાડીનો સિમ્બોલ તેમજ ફોગ લાઈટ તૂટી હોવાના અવશેષો મળી આવ્યા હતા. જેનાં પગલે પોલીસે અકસ્માત સમયથી ઉક્ત રોડ પરથી પસાર થયેલા વાહનોનાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ૧૦૦ જેટલા સીસીટીવી ફૂટેજ તેમજ નેત્રમ પ્રોજેક્ટના પણ કેમેરા તપાસ કરવામાં આવતાં ઇનોવા કાર (નંબર ય્ત્ન-૧૮-મ્ઊ-૨૫૨૭) ડેમેજ હોવાનું અને પૂરપાટ પસાર થતી હોવાનું જાેવા મળ્યું હતું. આથી ઉક્ત કાર શંકાસ્પદ જણાઈ આવતાં પોલીસ તપાસ કરતા કરતા માણસાનાં રંગપુર ગામના જયપાલસિંહ રતનસિંહ ચાવડા પાસે પહોંચી ગઈ હતી. જેની પૂછતાંછમાં ઇનોવા ગાડીની બાઇકને ટક્કર વાગવાથી કરણસિંહ સોલંકીનું મોત થયું હોવાનું ખુલવા પામ્યું હતું.ગાંધીનગર જિલ્લાના મગોડી ગામનાં સોલંકીપુરા પાટિયા નજીકનાં રોડ ઉપર તા. ૨૦મી મેના રોજ રાત્રીના સમયે અજાણ્યા વાહનની ટક્કરથી ૪૫ વર્ષીય બાઈક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ગુનામાં એકસોથી વધુ સીસીટીવી કેમેરાની ચકાસણી કરતાં અકસ્માત કરનાર ઇનોવા ગાડીનો ચાલક હોવાનું ચીલોડા પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *