મુંબઈ
સોશિયલ મીડિયા તો આજકાલ કોઈપણ ગીત કે ફિલ્મને હિટ કરવા માટે ખુબજ મહત્ત્વનું યોગદાન ગણાય છે કારણકે દેશનું મોટાભાગનું વર્ગ સોશિયલ મીડિયા પર છે. જેમાં તાજેતરમાં રાઘવન ડિજીટલ નામની યુટ્યુબ ચેનલ ઉપર તો હાલ એ ગીત ખુબ વાઈરલ થઇ ગયું છે કે એને શું કહી શકાય અને જે ગીતનું નામ ખતરનાખ છે બુરી નજર વાલે તેરા મુંહ કાલા મુહ પે લગા લે તાલા, મેં જુકેગા નઈ સાલા રજુ કરવામાં આવ્યું હતું. જેણે સમગ્ર ભારત માં એક અલગ જ ઓળખાણ બનાવી દીધી છે, આ ગીત ને જીગર ઠાકોરે ગાયું છે, જીગર ઠાકોરે આ ગીત પેહલા પણ હિટ ગીતો આપી એમના ફેન્સનું દિલ જીત્યું છે. આ રજુ થયેલ ગીત ના યુટ્યુબવ્યુવર્સની સંખ્યા ૨૦- મિલિયનથી વધુ એટલે ૨-કરોડથી વધુ થઈ ચુકી છે. આ ગીત ની વધુ રસપ્રદ વાત એ છે કે ઈન્સ્ટાગ્રામ રિલ્સ વિડિયોમાં પણ ફક્ત એક જ મહિના માં ૪- મિલિયન રીલ બની ચુકી છે, જેમાં ભારત ની ઘણી બધી નામાંકીત સેલિબ્રિટીઝ પણ સામેલ છે, સોન્ગના પ્રોડ્યુસર દીપક કુમાર પુરોહિત અને રતિશ ઇઝાવા એ જણાવ્યું કે “ગીત નું શૂટિંગ વાત્રિકા રિસોર્ટ, દેહગામ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ૨ દિવસ નો સમય લાગ્યો હતો,જેનું ડાયરેકશન અન્નું પટેલએ કર્યું છે, અને આ ગીતના ગાયક જીગર ઠાકોર છે, આ ગીતના શબ્દો લખનાર ગીતકાર હરજીત પનેસર છે, અને ગીતમાં જે મજેદાર ડાયલોગ સાંભળવા મળે છે એ દિપક પુરોહિતએ બોલેલા છે જે રાઘવન ડિજીટલ યુટ્યુબ ચેનલનાં પણ પ્રોડ્યુસર છે, અને આ ગીતની કાસ્ટીંગમાં ગાયક કલાકાર જીગર ઠાકોર,રોનક પંડ્યા અને રિયા જયસ્વાલએ એક્ટિંગ કરેલી છે.”
