ચંડીગઢ
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવતા સનસનાટી મચી તેવામાં બોલીવૂડ સેલિબ્રિટીથી લઈને રાજનૈતિક દળોએ પણ આ ઘટના પર વ્યક્ત કર્યું છે દુઃખ. સિદ્ધુ મુસેવાલાની હત્યાને લઈને સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગયું છે ગેંગવોર. કેનેડામાં રહેતા ગેંગસ્ટર ગોલ્ડીએ મુસેવાલાની હત્યાની જવાબદારી લીધી છે. જેને લઈને બંબીહા ગ્રુપ સોશિયલ મીડિયા પર એક્ટીવ થઈ ગયું છે અને લોરેન્સ ગ્રુપને બદલો લેવાની સતત ધમકી આપી રહ્યું છે. સિદ્ધુ મુસેવાલાની હત્યા થતા નીરજ બવાના ગ્રુપે ફેસબુક પર પોસ્ટ શેર કરી છે અને જવાબી હુમલો કરવાની ધમકી આપી છે કે, ‘બે દિવસમાં પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજાે. આ પોસ્ટ બવાનાના નામના ફેસબુક હેન્ડલ પરથી શેર કરવામાં આવી છે. બવાના ગેંગની સાથે તિલ્લુ તેજપુરિયા, કૌશલ ગુડગાંવ અને દવિંદર બંબીહા ગેંગ પણ જાેડાયેલ છે. એક પોસ્ટમાં ગેંગસ્ટર કુશલ ચૌધરીએ સિંગર મનકીરત ઔલખ અને ગેંગસ્ટર લોરેન્સના ફોટો પર ક્રોસ પણ કર્યું છે. પોસ્ટમાં નીરજ બવાનાને ટેગ કરવામાં આવ્યો છે. બવાના પર હત્યા અને ધાક ઘમકીના અનેક કેસ ચાલી રહ્યા છે અને તે હાલ તિહાડ જેલમાં બંધ છે. આ પોસ્ટ કોણે લખી છે તે જાણી શકાયું નથી અને નીરજ બવાના સાથે જાેડવામાં આવી રહી છે. બવાનાના સહયોગી કથિતરૂપે દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સુધી ફેલાયેલ છે. આ ફેસબુક પોસ્ટ નીરજ બવાના ગેંગના સભ્ય ભૂપ્પી રાણાના નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવી છે. આ ફેસબુક પોસ્ટમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના સહયોગી ગોલ્ડી બ્રારની ટીકા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લોરેન્સ બિશ્નોઈ ગૃપના નામના અસત્યાપિત એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, અકાલી દળના નેતા વિક્રમજીત સિંહ (વિક્કી મિડ્ડૂખેડા)ની હત્યાનો બદલો હતો. મિડ્ડૂખેડાની ગત વર્ષે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને આ હત્યાની જવાબદારી બંબીહા ગ્રુપે લીધી હતી. આ અંગે ભૂપ્પી રાણાના હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બિશ્નોઈ ગિરોહે મુસેવાલા પર ખોટો આરોપ મુક્યો છે કે, મુસેવાલાએ મિડ્ડૂખેડા અને પંજાબના વિદ્યાર્થી નેતા ગુરલાલ બારાની હત્યાઓમાં મદદ કરી હતી. આ હત્યાઓમાં સિદ્ધુ મુસેવાલાઓ કોઈ ભૂમિકા ભજવી નથી. સિદ્ધુ મુસેવાલાની હત્યામાં મદદ કરનાર તમામ વ્યક્તિઓનો હિસાબ કરવામાં આવશે. તેમની મૃત્યુનો બદલો લેવામાં આવશે. અમે તેમના પરિવાર અને મિત્રોનું સમર્થન પણ કરીશું.