Gujarat

રાજકોટમાંના અલગ-અલગ ૨૦થી વધુ વિસ્તારોમાં પીજીવીસીએલ ની ૪૨ ટીમોએ દરોડા

રાજકોટ
ફરી એક વાર રાજકોટ શહેરમાં વીજ ચોરી ઝડપી લેવા પીજીવીસીએલ મેદાન માં ઉતાર્યું હોય તેમ ટીમો ઉતારી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ રાજકોટ સીટી ડિવિઝન ૨ હેઠળ ૨૦થી વધુ વિસ્તારોમાં ૪૨ ટીમોએ દરોડાનો દોર શરૂ કર્યો છે. જેમાં ૧૧ કેવી ના ૬ ફીડર નો સમાવેશ કરવામાં આવ્યો છે.રાજકોટ શહેરમાં પીજીવીસીએલ ની ટીમો દ્વારા અંદાજે ૧૪ જેટલા પોલીસ સ્ટાફ, એસઆરપી જવાનો ટીમો સાથે ચેકીંગ શરૂ કરાયું છે. અધિકારી સૂત્રોના કહેવા મુજબ રોજ ૧૧ કેવી ના કુલ ૬ ફીડર આવરી લેવામાં આવ્યા જેમાં ગેલેક્સી અર્બ , સોસાયટી અર્બન, લોહાનગર અર્બન, ગુરુકુલ અર્બન, ર્નિમલા રોડ અર્બન અને ચંદ્રેશનગર અર્બન ફીડરનો સમાવેશ થાય છે. જે અંતર્ગત ચંદ્રેશનગર, લક્ષ્મીનગર, વૈશાલીનગર, તિરુપતિનગર, ઉદ્યોગનગર, કૃષ્ણનગર સહીત ૨૦ થી વધુ સોસાયટીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૩ મહિનાથી પીજીવીસીએલ દ્વારા રાજકોટ શહેર સહીત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી રોકવા દરોડા પાડી ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને છેલ્લા ૩ મહિના દરમિયાન કરોડો રૂપિયાની વીજ ચોરી સૌરાષ્ટ્ર કચ્છમાંથી ઝડપી પાડવામાં પીજીવીસીએલ સફળ પણ રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *