ચંડીગઢ
પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે. સિદ્ધુ મૂસેવાલાની હત્યા પાછળ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનુ પણ નામ સામે આવી રહ્યુ હતુ જેને રિમાન્ડમાં લઈને દિલ્લી પોલિસ પૂછપરછ કરી રહી છે. ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈએ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરાવવાની વાત સ્વીકારી છે. ઈંડિયા ટુડેના સૂત્રોએ જણાવ્યા મુજબ લૉરેન્સ બિશ્નોઈએ દિલ્લી પોલિસને જણાવ્યુ, ‘હા, મે સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરાવી દીધી છે.’