Delhi

એથર ઈન્ડ્રસ્ટ્રિસના શેરે ૧૦ ટકા પ્રીમિયમ લિસ્ટર પર થયા

નવીદિલ્હી
જાન્યુઆરી ૨૦૧૩માં સ્થપાયેલી એથર સ્પેશિયાલિટી કેમિકલ ઉત્પાદક છે, જે એડવાન્સ્ડ ઇન્ટરમિડિયેટ્‌સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે નાણાંકીય વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ની વચ્ચે લગભગ ૪૯.૫ ટકાના ઝ્રછય્ઇ પર વિકાસ પામી છે.સ્પેશિયાલિટી કેમિકલ ઉત્પાદક એથર ઇન્ડસ્ટ્રીઝે શેરબજારમાં જાેરદાર એન્ટ્રી કરી છે. કંપનીનો આઈપીઓ શેરબજારમાં લિસ્ટ કરવામાં આવ્યો છે. આ ઇશ્યૂ ૧૦ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયો છે. મ્જીઈ પર શેર ૭૦૬.૧૫ રૂપિયા અને દ્ગજીઈ પર ૭૦૪ રૂપિયાના ભાવે ખુલ્યો છે. જેથી રોકાણકારોને લિસ્ટિંગ ગેઈન તરીકે ૧૦ ટકા સુધીનું રિટર્ન મળ્યું છે.એથરે રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ કંપની દેશમાં સૌથી ઝડપથી વિકસતા રસાયણ ઉત્પાદકોમાં સ્થાન ધરાવે છે. પબ્લિક ઇશ્યૂ દ્વારા કંપનીએ રૂ. ૮૦૮ કરોડ ઊભા કર્યા હતા. તેના ૈંર્ઁંને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો, ખાસ કરીને સંસ્થાકીય રોકાણકારોએ વધુ રસ દાખવ્યો હતો. આ ૈંર્ઁં ૨૪-૨૬ મે દરમિયાન ૬.૨૬ વખત સબસ્ક્રાઇબ થયો હતો. કારણ કે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સે ૧૭.૫૭ ગણી અને ફાળવેલા ક્વોટા કરતાં ૨.૫૨ ગણી ખરીદી કરી હતી. છૂટક રોકાણકારો અને કર્મચારીઓ માટે અલગ રાખવામાં આવેલ હિસ્સો સંપૂર્ણ બુક થઈ ગયો હતો. આ ૈંર્ઁંમાં ૬૨૭ કરોડ રૂપિયા સુધીનો નવો ઇશ્યૂ અને ૧૮૧ કરોડ રૂપિયાનો ઓફર ફોર સેલ હતો. આ ઓફરની પ્રાઇસ બેન્ડ ૬૧૦-૬૪૨ રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. કંપનીએ મોટા રોકાણકારો પાસેથી ૨૪૦ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. નવા ઇશ્યૂમાંથી પ્રાપ્ત થયેલી આવકનો ઉપયોગ દેવું ચૂકવવા, ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ માટે મૂડીગત ખર્ચને પહોંચી વળવા, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો અને જનરલ કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. નાણાકીય વર્ષ ૨૦૨૨ના આંકડાના આધારે ઇશ્યૂની કિંમત ૭૨.૩૦ની ઁ/ઈ (પ્રાઇસ-ટુ-અર્નિંગ) રાખવામાં આવી હતી. જાે કે, અમારું માનવું છે કે કંપની તેની સારી વૃદ્ધિની શક્યતાને કારણે આ પ્રીમિયમ મલ્ટીપલની હકદાર છે. લાંબાગાળાના રોકાણકારો લિસ્ટિંગ પછી સ્ટોક ભેગા કરી શકે છે.

India-Stock-Market-Aether-Industries.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *