રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
એનઆરએલએમ યોજના હેઠળ જિલ્લા કક્ષાના મેળા તેમજ કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન ઇપકો વાલા હોલ નડિયાદ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કઠલાલ તાલુકાના 10 સખીમંડળની કેસ ક્રેડિટ રૂપિયા 15 લાખનો ચેક તેમજ 50 સખીમંડળોને મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતા.આ સાથે સારી કામગીરી માટે બેંક સખી જયશ્રીબેન ઝાલા અને શ્રેષ્ઠ કામગીરી માટે ઇન્ડિયન બેંક ના મેનેજર ને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી,જી એલ પી સી ના જનરલ મેનેજર તથા તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.


