૧૬ થી ૬૦ વર્ષ સુધીના અસંગઠીત શ્રમયોગીઓને અચૂક રજીસ્ટ્રેશન કરાવવા મદદનીશ શ્રમ આયુક્તની અપીલ
જામનગર તા.૩ જૂન, જામનગરના વલ્લભનગર, કોમ્યુનિટી હોલમાં તા.૫ જૂનના રોજ ઇ-શ્રમ પોર્ટલ પર અસંગઠીત શ્રમયોગીઓના રજીસ્ટ્રેશન કેમ્પનું બપોરે ૪:૦૦ થી રાત્રે ૮:૦૦ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જે અસંગઠીત શ્રમયોગીઓની ઉંમર ૧૬ વર્ષથી ૬૦ વર્ષની અંદર હોય, આવકવેરો ન ચૂકવતા હોય તેમજ જે શ્રમિકો પી.એફ/ઇ.એસ.આઈ હેઠળ ન આવતા હોય તેઓ ઇ-શ્રમ કાર્ડમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજીસ્ટ્રેશન કરાવવા માટે આધારકાર્ડ, આધારકાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર તેમજ બેન્કની પાસબુક સાથે રાખવાની રહેશે. તેમજ વધુમાં વધુ અસંગઠીત શ્રમોગીઓએ કાર્યક્રમના સ્થળે હાજર રહી ઇ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા માટે મદદનીશ શ્રમ આયુક્ત જામનગર દ્વારા અપીલ કરવામાં આવી છે.
