રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ ગાંધીનગર દ્વારા યોજાયેલ ખેલ મહાકુંભ 2022ની યોગાસનની સ્પર્ધામાં અંડર 17 એજ ગ્રુપમાં રાજ્ય કક્ષાએ શાળા નં 21ના ઝીંઝુવાડિયા શિવમ, ચુડાસમા રવિરાજ અને કણજારીયા સેતાન્સુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ જામનગર શહેરનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
જિલ્લા લેવલ પર U-14 એઈજ ગ્રૂપમાં દેવીન કાંબરિયાએ રીધમિક યોગામાં 3rd નંબર અને વ્યક્તિગત યોગાસનમાં 5th નંબર, સિંહ અંકુશએ રીધમીકમાં 4th નંબર, ખીમસૂર્યા હર્ષએ વ્યક્તિગત યોગાસનમાં 4th નંબર મેળવેલ હતો. U-17 એઈજ ગ્રુપમાં શિવમ ઝિંઝુવાડીયા વ્યક્તિગત યોગાસનમાં 1st નંબર રિધમિક યોગાસનમાં 2nd નંબર, શેતાનશું કણજારીયાએ વ્યક્તિગત યોગાસનમાં 3nd નંબર, રવિરાજ ચુડાસમાએ વ્યક્તિગત યોગાસનમાં 3rd અને રિધમીક યોગાસનમાં 1st નંબર, ચિરાગ જગતિયાએ વ્યક્તિગત યોગાસનમાં 4th નંબર, ચિરાગ ગોહિલ રીધમીક યોગામાં 4th નંબર એમ શાળા નં 21ના કુલ 8 બાળકો જિલ્લામાં વિજેતા થયા હતા અને શાળા તથા તેમના વાલીનું નામ ઉજળું કરેલ છે. શાળાના શિક્ષક શ્રી પ્રીતિબેન જગડ દ્વારા તેમને માર્ગદર્શન પૂરું પાડી રાજ્યકક્ષાએ રમવા લઈ ગયા હતા. શાળા પરિવાર તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.


