Gujarat

માનવતાની મહેક એટલે વંથલી પોલીસ……..

વંથલી: સ્કૂલે જવાનું કહી ગુમ થયેલ બાળકને ગણતરીના કલાકોમા શોધી કાઢતી વંથલી પોલીસ……
અશ્રુધારા સાથે ભાવુક બનેલા વાણવી પરિવારે વંથલી પોલીસનો આભાર વ્યક્ત કર્યો……
વંથલી
જૂનાગઢ જિલ્લાના વંથલી શહેરમાં રહેતો ૧૫ વર્ષીય દર્પણ વાણવી વાડલા ખાતે આવેલ સોરઠ હાઈસ્કૂલ સ્કૂલે જવાનું કહી ઘરેથી નીકળી જતા અને પરત ઘરે નહી આવતા ગુમ થયેલ બાળકના પિતા પ્રકાશભાઈ વાણવી રે.વંથલી દ્વારા વંથલી પોલીસ સ્ટેશન જઈ પોલીસને જાણ કરતા વંથલી પોલીસ સ્ટેશનના  પી.એસ.આઇ. ડી.જી. બડવા સાહેબ દ્વારા અરજદારને સાંભળી ગુમ થયેલ બાળક દર્પણ પ્રકાશભાઈ વાણવી ઉંમરવર્ષ ૧૫ ને તત્કાલ શોધી કાઢવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.ત્યારે વંથલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.જી. બડવા,એ.એસ.આઇ.એન.આર.વાઢેર, પો.હેડ કોન્સ . ડી.વી.ભારાઇ તથા પો.કોન્સ. મહેશભાઇ મેવાડા તથા પો.કોન્સ. ઈકરાબખાન સાહીબખાન એ રીતેના પો.સ્ટાફના માણસો દ્વારા વંથલીના સી.સી.ટી.વી ફુટેજો તપાસી તથા જુનાગઢ નેત્રમ શાખાના સી.સી.ટી.વી ફુટેજની મદદથી દર્પણ પ્રકાશભાઈ વાણવી ઉ.વ .૧૫ રે.વંથલી વાળાને વંથલી પોલીસ દ્વારા જુનાગઢ રેલ્વે સ્ટેશનથી શોધી કાઢી તેના વાલીને   સોંપી આપેલ હતો. ગુમ થયેલ બાળક ગણતરી ની કલાકોમાં વંથલી પોલીસે શોધી કાઢતા ભાવુક બનેલા માતા-પિતા અને વાણવી પરિવાર દ્વારા વંથલી પોલીસનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ પ્રશંસનીય કામગીરી વંથલી પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ .ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. એન.આર.વાઢેર તથા પો.હેડ કોન્સ. ડી.વી.ભારાઇ તથા પો.કોન્સ.મહેશભાઇ મેવાડા તથા પો.કોન્સ.ઈકરાબખાન સાહીબખાન નાઓએ સાથે રહી કરેલ હતી…..
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

IMG-20220604-WA0001.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *