Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીર પ્રશાસને અમરનાથ યાત્રીકો માટે સૂચનો જાહેર કર્યા

શ્રીનગર
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના મુખ્ય સચિવ નિતીશ્વર કુમારે સાવચેતીના ઉપાયો વિશે માહિતી આપતા કહ્યું છે કે અમરનાથ યાત્રા પહેલાં તીર્થયાત્રી મોર્નિંગ વોક કરે, બ્રીધિંગ એક્સરસાઇઝ કરે અને ખુદને હાઇડ્રેટ રાખે. સાથે શ્રદ્ધાળુઓને ગરમ કપડા અને ખાવા-પીવાનો સામાન પણ સાથે રાખવાનું કહ્યું છે. અમરનાથ યાત્રા બે વર્ષના અંતર બાદ ૩૦ જૂનથી શરૂ થશે અને ૧૧ ઓગસ્ટ સુધી ચાલશે. નોંધનીય છે કે આ વર્ષે ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા દરમિયાન ૯૦ શ્રદ્ધાળુઓના હાર્ટ એટેક, માઉન્ટેન સિકનેસ અને બીજા અન્ય કારણે જીવ ગયા હતા. એટલે હવે અમરનાથ યાત્રીકો માટે તંત્રએ દિશાનિર્દેશ જાહેર કર્યાં છે. નીતીશ્વર કુમારે કહ્યુ કે જે લોકોએ અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને તે જવા ઈચ્છે છે તે લોકો ૪થી ૫ કલાકની મોર્નિંગ વોક અને ઈવનિંગ વોક શરૂ કરે. આ ખુબ જરૂરી છે કારણ કે ઉંચા પહાડો પર ચઢવુ સરળ રહેશે નહીં. અમરનાથની ગુફા ૧૨ હજાર ૭૦૦ ફૂટની ઉંચાઈ પર છે અને રસ્તામાં ઘણી એવી જગ્યા આવશે જ્યાં તમારે ૧૪-૧૫ હજાર ફૂટની ઉંચાઈ પર જવુ પડશે. આ સાથે ઉંડો શ્વાસ લેવાની કસરત પણ કરવી જરૂરી છે, કારણ કે વધુ ઉંચાઈ પર ઓક્સીજન લેવલ ઘટી જાય છે. તંત્રએ કહ્યું કે વરસાદને કારણે રસ્તામાં તાપમાનમાં ઘટાડો થાય છે જેથી ગરમ કપડા સાથે રાખવા જરૂરી છે. તંત્રએ કહ્યું કે વરસાદ બાદ તાપમાન ૫ ડિગ્રી સુધી ઘટી જાય છે જેથી ગરમ કપડા ન ભૂલવા. સાથે એક નાની લાકડી, જેકેટ અને ખાવા-પીવા માટે જરૂરી સામાન સાથે રાખવો. ડિહાઈડ્રેશનથી બચવા માટે હાઇડ્રેટ થઈને રહો. હાલમાં ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીર સુરક્ષા સ્થિતિની સાથે અમરનાથ યાત્રાને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને ઓડિશા સરકારોને સુરક્ષાને ધ્યાનમાં રાખી જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. હકીકતમાં હાલમાં કેદારનાથ યાત્રા ચાલી રહી છે તો હવે અમરનાથ યાત્રા શરૂ થશે. જ્યારે ઓડિશામાં જગન્નાથ પુરીમાં રથયાત્રાનું આયોજન થવાનું છે. તેને લઈને સુરક્ષા વ્યવસ્થા માટે દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા. આશરે બે વર્ષના ગાળા બાદ ૩૦ જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. અમરનાથ યાત્રા પહેલાં જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રએ તીર્થયાત્રીકો માટે શું કરો અને શું ન કરોની યાદી જાહેર કરી છે. તેમાં તંત્રણે શ્રદ્ધાળુઓને ફિટ રહેવા માટે મોર્નિંગ વોક અને બ્રીથિંગ એક્સસાઇઝ કરવા માટે કહ્યું છે. અમરનાથ યાત્રા ૩૦ જૂને શરૂ થશે અને ૪૩ દિવસ ચાલશે.

India-Jammu-and-kashmir-Amarnath-yatra-The-Amarnath-Yatra-will-start-on-June-30-and-will-last-for-43-days.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *