*રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રિંગ રોડ પર બનતી એક હોટલમાં ફિટિંગ કામ કરતા M.P ના યુવકને વીજશોક લાગતા મોત.*
*રાજકોટ શહેર તા.૨૨/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મૂળ મધ્યપ્રદેશનો અને હાલ રાજકોટમાં રહી ઇલેક્ટ્રિક કામ કરતો હરિચંદુભાઈ કાળુભાઇ મૈયાત્રા ઉ.૨૮ વર્ષીય પરપ્રાંતીય યુવક ગત રાત્રે નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર ડિલાઇટ પાર્ટી પ્લોટની બાજુમાં નવી બનતી હોટલમાં સ્વીચ બોર્ડનું ફિટિંગ કામ કરતો હતો. ત્યારે અચાનક વીજશોક લાગતા ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ નો સ્ટાફ દોડી આવ્યો હતો. ૧૦૮ ના E.M.T ગોરધનભાઈએ જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતથી ૨ સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


