સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
સાવરકુંડલા શહેરમા છેલ્લા ઘણા સમયથી ધોમ તડકો અને ગરમીનાં વાતાવરણ વચ્ચે જ્યારે સમગ્ર માનવજીવન અકળામણ અનુભવતું હતું ત્યારે આજે બપોર બાદ અચાનક વાતાવરણ વાદળછાયું બનતાં લોકોને આ કાળઝાળ ગરમીમાં થોડી રાહત થઈ. જો કે કભી ધૂપ કભી છાંવની વચ્ચે આ બદલતાં વાતાવરણમાં હજુ ચોમાસાના કાયદેસરના આગમનને તો દસેક દિવસની વાર છે છતાં કદાચ વાતાવરણમાં ઠંડક પ્રસરતાં છુટા છવાયા છાંટા પડવાની સંભાવના સેવાઈ રહી છે ત્યારે લોકો પણ હવે આ ધોમ ગરમી અને ઉકળાટથી ત્રાસી ગયા હોય લોકોને પણ ગરમીમાં થોડી રાહત જોવા મળી..
જો કે હાલનું વાતાવરણ જોતાં એમ ચોક્કસ કહી શકાય કે હવે ઋતુ પરિવર્તનનો પ્રારંભ ટૂંક સમયમાં જ થશે.. સમયસર વરસાદ થાય તો ખેડૂતો માટે પણ સારા સમાચાર હોય શકે.. આમજનતા પણ આ વર્ષે સપ્રમાણ વરસાદની આશા રાખે છે. આમ પણ ગતવર્ષે આવેલાં વાવાઝોડામાં અનેક વૃક્ષો ધરાશાયી થયાં હતાં અને ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી હતી. એટલે ચોમાસા આધારિત ખેતીના પાકોને સમયસર વરસાદનું વાતાવરણ મળે તો સરેરાશ આમ જનતાને પણ થોડી રાહત થાય. અને ખેડૂતોને પણ થોડી આર્થિક કળ વળે અને આસમાને આંબતાં શાકભાજીના ભાવમાં પણ થોડો ઘટાડો થઈ શકે.