Delhi

પશ્વિમ બંગાળની પરિણીતાને સરકારી નોકરી મળતા પતિએ તેના પર હુમલો કર્યો

નવીદિલ્હી
પશ્ચિમ બંગાળની રેણુ ખાતુન નામની મહિલાને સરકારી હોસ્પિટલમાં નર્સની નોકરી મળી. પણ પત્નીની આ નોકરીથી પતિ મોહમ્મદ શેખ પરેશાન થઈ ગયો. તેને ડર સતાવી રહ્યો હતો કે જાે તેની પત્ની નોકરી કરશે તો તેનાથી દૂર થઈ જશે. તેને છોડીને બીજા લગ્ન કરી લેશે. એમા પણ મિત્રોએ આગમાં તેલ નાખવાનું કામ કર્યું અને તેમણે ભડકાવતા મોહમ્મદ શેખ વધુ શંકાશીલ બની ગયો. તેના મિત્રો છાશવારે કહેતા હતા કે તેની પત્ની એક દિવસ તેને છોડીને જતી રહેશે. બીજી બાજુ પીડિતા પત્ની રેણુ ખાતુને જણાવ્યું કે તેનું નામ જેવું સરકારી નોકરીમાં આવ્યું તો તેના પતિએ નક્કી જ કરી લીધુ કે તે તેને આ નોકરી કરવા નહીં દે. કારણ કે તેને એવું લાગતું હતું કે પત્ની તેને છોડીને બીજે જતી રહેશે. પતિનો આ શક દૂર કરવા માટે તેણે અનેકવાર પતિને સમજાવ્યો પણ તે માન્યો નહીં. પીડિતાએ પોતાની દાસ્તાન જણાવતા કહ્યુંકે એકવાર જ્યારે રાતે ૧૦ વાગે ભોજન કર્યા બાદ હું સૂઈ ગઈ અને અચાનક રાતે મારી બેવાર આંખ ખૂલી ગઈ તો મે જાેયું કે પતિ વારંવાર વોશરૂમ જઈ રહ્યો છે. મેં તેને પૂછ્યું તો તેણે કહ્યું કે મારા પેટમાં દુઃખાવો છે. થોડીવારમાં તેણે તકિયાને મોઢા પર રાખીને કાતરથી હાથ પર વાર કર્યો. તેની સાથે બીજા ત્રણ લોકો પણ હતા. તે લોકો બધા ડોક્યુમેન્ટ લઈને ભાગી ગયા. ત્યારબાદ મને હોસ્પિટલ ખસેડાઈ. આ ઘટના સંદર્ભે ડોક્ટર પરમહંસે જણાવ્યું કે દર્દીનો જમણો હાથ કપાયેલો હતો. તેની હાલત ગંભીર હતી અને માથા ઉપર પણ ઈજાના નિશાન હતા. જીવ બચાવવા માટે તેના હાથને કાપવો પડ્યો. હાલ પોલીસે આરોપી અને તેના મિત્રો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ઘટના બાદથી આરોપી પતિ અને અને તેના મિત્રો ફરાર થઈ ગયા છે. પશ્ચિમ બંગાળથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર આવ્યા છે. પત્નીને સરકારી નોકરી મળી તે વાત પતિને એટલી બધી ખૂંચી ગઈ કે તેણે મોટો કાંડ કરી નાખ્યો. ઘટનાને અંજામ આપીને આરોપી પતિ ત્યાંથી ફરાર થઈ ગયો. આ મામલો પૂર્વ બર્દવાન જિલ્લાના કેતુગ્રામનો છે. પત્નીની પ્રગતિ પતિથી સહન થઈ નહીં. પત્ની જીવનમાં આગળ વધે, લોકોની સેવા કરે તે વાત પતિને એટલી ખૂંચી ગઈ કે તેણે આ હચમચાવી નાખતી ઘટનાને અંજામ આપ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *