ભાવનગર
ભાવનગર શહેરની એક મહિલાએ ચાર વર્ષ પહેલાં ચિત્રા વિસ્તારમાં રહેતા શખ્સ સાથે બીજા લગ્ન કર્યાં હતા અને તેની સાથે આંગળિયાતમાં ૩ દિકરી અને ૧ દિકરો એમ કુલ ૪ બાળકો આંગળિયાતમાં લાવી હતી. ગત તા. ૪/૬ના તેના બીજા પતિએ તેની સગીરવયની દિકરીને તેના એકના એક ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આ શખ્સ છેલ્લા ચાર વર્ષમાં અવારનવાર તેની સાવકી દિકરી સાથે સંબંધ બાંધતો હતો. અંગે સગીરાની માતાએ કંટાળીને બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોતાની સામે ગુન્હો નોંધાતા આરોપી પિતા ભાગી ગયો હતો. પરંતું બોરતળાવ પોલીસે તેને તારાપુર પાસેથી ઝડપી લીધો હતો. મળતી વિગતો મુજબ તેની પહેલી પત્નિ સાથે ડિવોર્સ થઈ ગયા હતા અને તેનાથી તેને એક ૧૪ વર્ષની દિકરી પણ છે. પોલીસે તેને ઝડપી લીધાં બાદ કોર્ટમાં રજુ કરી ભાવનગર જિલ્લા જેલ હવાલે કર્યો હતો. દુષ્કર્મનો આરોપી બાપ હિરા ઘસવાનો વ્યવસાય હતો હતો અને આરોપીને કોઈ પણ પ્રકારનું વ્યસન નહોતું પણ તેના મગજની વિકૃતિના કારણે તેણે સાવકી દિકરી પર દુષ્કર્મ આચર્યું હતું. એને ઈચ્છા પડે ત્યારે તેની સાવકી દિકરીને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી છેલ્લા ચાર વર્ષમાં અસંખ્યવાર દુષ્કર્મ આચર્યું હતું.શહેરના ચિત્રા વિસ્તારમાં સગીરવયની દિકરી સાથે તેણીના સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સગીરાની માતાએ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બાદ ભાવનગર જિલ્લા જેલહવાલે કર્યો છે. આરોપી પોતે પણ એક ૧૪ વર્ષની દિકરીનો બાપ હોવા છતાં માનસિક વિકૃતિના લીધે તેણે સાવકી દિકરી પર દુષ્કર્મ આચર્યું હતું. આ અગાઉ આ માનસિક વિકૃતી વાળા પુરૂષે એક લગ્ન કર્યા હતા હવે તેણે પોતાની દીકરીની ઉંમરની સાવકી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરતા ચો તરફથી ફીટકાર વરસી રહ્યો છે.
