Maharashtra

મહારાષ્ટ્રના નાગપુરની મહિલાએ ત્રીજા લગ્ન કરતા પહેલા બે પતિએ ફરિયાદ નોંધાવી

નાગપુર
મહારાષ્ટ્રના નાગપુરના વઠોડામાં રહેતો ૨૫ વર્ષીય ધીરજ મિસ્ત્રીનું કામ કરે છે. ૧૮ વર્ષીય લલિતા (નામ બદલ્યું છે) તેની મોટી બહેન સાથે તેના ગામથી નાગપુર કામની શોધમાં આવી હતી. નાગપુરમાં તેની ઓળખાણ ધીરજ સાથે થઈ હતી. બે મહિના બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. ધીરજ અને લલિતાને એક પુત્ર પણ છે. આ દરમિયાન ઔરંગાબાદના રહેવાસી ૨૫ વર્ષીય પવનનો મિસ્ડ કોલ લલિતાના મોબાઇલ પર આવ્યો હતો. બંને વચ્ચે વાતચીત થવા લાગી. અને જાેતજાેતામાં લલિતા પવનને પોતાનું દિલ આપી બેઠી. તેણે પવનને નાગપુર બોલાવ્યો અને પોતાને અપરિણીત ગણાવીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. પવન નાગપુરમાં જ કામની શોધમાં હતો. ત્યારબાદ લલિતાએ પહેલા પતિ ધીરજને કહ્યું કે, તે ગામડે જઈ રહી છે, તેમ કહીને પવન સાથે ચાલી ગઇ હતી. બંનેએ મંદિરમાં જઇને લગ્ન કરી લીધા અને નાગપુરના સોનેગાંવ વિસ્તારમાં રહેવા લાગ્યા હતા. થોડા દિવસ બાદ લલિતાની ઓળખ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સચિન નામના એક યુવક સાથે થઇ હતી. જ્યારે લલિતાનો બીજાે પતિ પવન ઘરે ન હોય ત્યારે સચિન તેના ઘરે આવતો હતો. મહિલાનો સચિન પ્રત્યે પ્રેમ વધતો ગયો અને તે તેની સાથે લગ્ન માટે તૈયાર થઈ ગઈ. બંને ભાગી ગયા અને લગ્ન કરી લીધા. આ પછી લલિતાના પહેલા પતિ ધીરજ અને બીજા પવને લલિતાની શોધખોળ શરૂ કરી હતી. તેમને ખબર પડી કે લલિતાએ સચિન નામના યુવક સાથે ત્રીજી વાર લગ્ન કર્યા છે. ત્યારબાદ બંને પત્નીને પરત લાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને નાગપુર પોલીસના ‘ભરોસા સેલ’ને અપીલ કરી હતી. લલિતાના પહેલા પતિનું કહેવું છે કે તેને અને લલિતાને એક દીકરો છે. સાથે જ બીજાે પતિ લગ્નની તસવીરો, પુરાવા અને દસ્તાવેજાે બતાવીને લલિતા પોતાની પત્ની હોવાનો દાવો કરી રહ્યો છે. પોલીસે જ્યારે લલિતાને ફોન કર્યો તો તેણે કહ્યું કે મારા ત્રીજા પતિ સચિન સાથે મારું જીવન સારું ચાલી રહ્યું છે. હવે પોલીસ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે કે તેઓ આખરે કરે તો શું કરે? હાલ પોલીસ આ મામલે ઉપાય શોધવાના પ્રયાસોમાં લાગી છે.મહારાષ્ટ્રના નાગપુરની એક મહિલાના વિવાહ ત્યાંના જ એક યુવક સાથે થયા હતા. થોડા વર્ષો પછી મહિલાના મોબાઇલ પર કોઇ અન્ય યુવકનો મિસ કોલ આવ્યો અને મહિલા તેની સાથે વાત કરવા લાગી. ત્યાર બાદ ધીરે ધીરે મહિલા યુવકના પ્રેમમાં પડી હતી. તેણે પોતાના પતિને છોડીને બીજા લગ્ન કરી લીધા હતા. થોડા દિવસો બાદ મહિલાની અન્ય એક યુવક સાથે ઓળખ થઇ અને તેના માટે તેણે પોતાના બીજા પતિને પણ છોડી દીધો હતો. હવે મહિલા આ ત્રીજા યુવક સાથે રહેવા લાગી છે. જેથી મહિલાના પહેલા અને બીજા કથિત પતિએ નાગપુર પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે. નાગપુર પોલીસના મહિલા ભરોસા સેલના સિનિયર ઇન્સ્પેક્ટર સીમા સુર્વેએ જણાવ્યું હતું કે, બે વ્યક્તિઓ ફરિયાદ લઈને આવ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ત્યારે આખો મામલો ખુલીને સામે આવ્યો હતો. તેમની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *