Gujarat

દાહોદ પાલિકાના કાઉન્સીલરે જન્મદિનની ઉજવણી આંગણવાડીના બાળકો સાથે કરી

દાહોદ
દાહોદ નગર પાલિકાના દંડક અને વોર્ડ નંબર ૭ના કાઉન્સીલર શ્રદ્ધાબેન ભડંગનો જન્મ દિવસ હતો. ત્યારે તેમણે જન્મ દિવસની ઉજવણી તેમના વિસ્તારમાં આવેલી આંગણવાડીના બાળકો સાથે કેક કાપીને કરી હતી. તેમણે બાળકોને કેક ખવડાવી હતી તેમજ તેમને ચોકલેટ પણ વહેચી હતી. બાળકોએ પણ હેપ્પી બર્થ ડે ટુ યુના સંગીતમય સૂરે તેમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ આંગણવાડીમા અતિકુપોષિત બાળકોને તેમણે દત્તક પણ લીધા છે અને તેમને કુપોષણમાથી બહાર લાવવા માટેની કામગીરી પણ તેઓ કરી રહ્યા છે. ત્યારે કોરોના કાઇ વખતે પણ શ્રદ્ધા ભડંગ દ્વારા વિવિધ કેમ્પની જાહેરાતો તેમણે જાતે ઓટો રિક્ષામા ફરીને માઈક દ્વારા કરતાં જે તે વખતે તેઓ ચર્ચામાં આવ્યા હતા.દાહોદ નગર પાલિકાના દંડક અને વોર્ડ નંબર ૭ના કાઉન્સીલરે તેમના જન્મ દિવસની ઉજવણી નોખી રીતે કરી હતી. તેમણે આંગણવાડીના બાળકો સાથે કેક કાપી હતી.

Birthday-of-Councilor-Shraddhaben-Bhadang.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *