સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
તારીખ ૭-૬-૨૦૨૨ ને મંગળવારે બરાબર બપોરે ૪-૩૦ વાગ્યે. મેઘરાજાના આગમન વખતે જ સાવરકુંડલા શહેરમા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઈન્સપેકશન દરમિયાન સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંઘ સાહેબના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ડીવાયએસપી ચૌધરી સાહેબ તથા સમગ્ર પોલીસ કર્મચારીગણ અને શહેરના પ્રતિષ્ઠિત આગેવાનોની ઉપસ્થિતિમાં સાવરકુંડલા શહેરની કાયદો વ્યવસ્થાની સમીક્ષા સાથે લોકપ્રશ્નનો જાણી તે અંગે ઘટતું કરવા માટે પણ ખાતરી આપી હતી. ખાસકરીને મહિલા સુરક્ષા અને સાયબર ક્રાઇમ અંગે હજુ વધુ અસરકારક રીતે પોલીસ વિભાગ કાર્ય કરશે.
સાવરકુંડલા શહેરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ જદા જુદા મુદ્દાઓ અંગે જાણકારી અને માહિતી આદાનપ્રદાન કર્યું હતું. અમરેલી પોલીસ સુપરિન્ટેન્ડન્ટ હિમકર સિંઘ સાહેબનો માનવીય અભિગમ પણ ખૂબ સૌહાર્દપૂર્ણ રહ્યો હતો. આમ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંઘ સાહેબને વધુ નજીકથી જાણવા સમજવાની તક પણ મળી હતી. સાહેબશ્રી વ્યસનમુક્તિ અંગે પણ ખાસ્સા આગ્રહી છે. આમ કાયદો વ્યવસ્થા સંભાળી પોલીસ તંત્ર એ પ્રજાના મિત્ર છે એવી છાપ પણ ઉપસી.. ખાસકરીને અસામાજિક તત્વો પ્રત્યે કરડી નજર રાખીને સખ્ત હાથે કામ લેવા માટે પણ તંત્ર દ્વારા પ્રતિબધ્ધતા દર્શાવી હતી. શહેરની ટ્રાફિક વ્યવસ્થા અંગે પણ ચિંતા કરી અને ઘટતું કરવાની ખાતરી પણ આપી હતી.. આ તકે એમણે ખૂબ નિખાલસતાથી પોતાના બચપન અને કોલેજ કાળની વાતો વ્યસન મુક્તિ અંગે કરેલી.. આમ ખૂબ સરળ સ્વભાવ અને મિલનસાર વ્યક્તિત્વ ધરાવતાં શ્રી હિમકર સિંઘ સાહેબે સાવરકુંડલા ખાતે લોકદરબાર યોજીને લોકોને પડતી હાલાકી અને સમસ્યાઓની ગંભીરતાપૂર્વક નોંધ લીધી હતી.. અને ટૂંક સમયમાં તેનો યોગ્ય નિકાલ કરવાની બાંહેધરી પણ આપી હતી..


