Gujarat

કચ્છના નલિયામાં ૩ દુકાન સહિત મંદિરની દાનપેટીને પણ ચોરોએ નિશાન બનાવી

ભુજ
નલિયા બસ મથક સામેના ટેક્ષી સ્ટેન્ડ પાસે આવેલી દુકાનોમાંથી સામુહિક ચોરીની ઘટના બનતા લોકોની ભીડ એકત્ર થઈ જવા પામી હતી. શહેર વેપારી મંડળના પ્રમુખ હકુમતસિંહ જાડેજા સહિતના વેપારીઓએ ચોરીની ફરિયાફ નોંધાવવા પોલીસ મથકે પહોંચ્યા હોવાનું રમેશ ભાનુશાળીએ જણાવ્યું હતું. ગામની મુખ્ય બજારમાં આવેલી ત્રણ દુકાન પૈકી રાજ મેડિકલમાં રોકડા રૂ. ૪૮૦૦ અને રૂ. ૨૫૦૦ની સામગ્રીની ચોરી થઈ છે. તો ન્યુ ભાનું મોબાઈલમાંથી રોકડા રૂ. ૮ હજાર અને સ્પીકર રૂ ૫૦૦ એને વિવિધ સામગ્રી, તેમજ મારુતિ સ્વીટમાંથી રોકડા રૂ. ૨૩ હજાર અને ૨ કિલો મોરાકાજુ અને ૪ કિલો અખરોટની ચોરી થઈ હોવાનું કપીલ જાેશીએ જણાવ્યું હતું.અબડાસા તાલુકાના વડામથક નલિયા ખાતે દરમિયાન તસ્કરોએ સામુહિક આક્રમણ કરી ત્રણ દુકાનોના છતના પતરા ખસેડી છપ્પારફાળ તસ્કરી કરીને રૂ. ૩૦થી ૩૫ હજાર રોકડા અને ૧૫થી ૨૦ હજારની સામગ્રીની ચોરી કરી જવાયાની ઘટના બનવા પામી છે. દુકાનો સાથે નજીકના ખેતરપાળ દાદાના મંદિરમાં રહેલી દાનપેટીમાંથી પણ રૂ. ૨૫૦૦ જેટલી રોકડ તફડાવી ગયાનું જાણવા મળ્યું છે. આ અંગે ફરિયાદ નોંધાવની તજવીજ હાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

50-thousand-stolen-from-3-shops.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *