Gujarat

જેતપુર પંથકમાં ભીમ અગીયારસ પૂર્વે જામ્યો જુગાર: ૯ ધરપકડ

જેતપુરના ચારણીયામાં વાડીમાં જુગાર રમતા નવ શખ્સો સાથે ૨.૫૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ
જેતપુર તાલુકા પોલીસે ભીમ અગિયારસ પૂર્વે જુગારની બાજી માંડીને પૈસાની હારજીતનો જુગાર રમતા સકુનીઓને પોલીસે પૂર્વ બાતમીના આધારે રેડ પાડી કુલ ૯ જુગાર રમતા જુગારીઓને રોકડ રૂપિયા ૦૧,૧૬,૬૧૦ અને જુગાર સાહીત્ય સાથે કુલ મુદામાલ રૂપિયા ૨.૫૧,૧૧૦નો ઝડપીપાડી તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કમલ નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુર તાલુકા પોલીસ મથકે નોંધાયેલા ગુના મુજબ તાલુકાના  ચારણીયામાં ગામની સીમમાં વાડીની ઓરડીમાં પૈસાની હારજીતનો જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે હકીકત વાળી જગ્યાએ પોલીસ દ્વારા રેડ પાડતા જાહેરમા જુગાર રમતા જુગારીઓને રોકડ રૂપિયા ૦૧,૧૬,૬૧૦ તેમજ મોબાઈલ નંગ -૮ જેમની કિંમત રૂ.૧૪.૫૦૦ તેમજ જુગારના સ્થળ પરથી મળી આવેલ મોટરસાયકલો નંગ- ૪ જેમની કિંમત  રૂપિયા.૧,૨૦,૦૦૦ મળી કુલ મુદામાલ મળી રૂ.૨.૫૧,૧૧૦ કબ્જે કરી આરોપી દિનેશ રામજીભાઈ વાડોદરીયા, ભુપત રામજીભાઈ રૈયાણી, ઉકા દુધાભાઈ સાવલીયા, અમીત નાથાભાઈ ઢોલરીયા, દિલીપ ગોવિંદભાઈ પરમાર, લલીત ઉકાભાઈ રાદડીયા, કિરીટ ગોરધનભાઈ ઠુંમર, રાજેશ વલ્લભભાઈ રાદડીયા, પંકજ નારણભાઈ (રહે. ખજુરી ગુંદાળા) (તમામ રહે. ચારણીયાવાળા)ને હસ્તગત કરેલ હતા જ્યારે આ રેઇડ દરમિયાન વાડી માલીક અરવિંદ વશરામ સાવલીયા ભાગી ગયેલ હતો.જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
તાલુકા પોલીસે પકડી પાડી કાર્યવાહી કરેલ છે. આ રેઇડમાં પીએસઆઈ ટી.બી. જાની, ભુરાભાઈ એ.કે. રંગપરા, ચેતનભાઈ તેમજ જનકભાઈ મકવાણાએ કરી હતી.

IMG-20220609-WA0079.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *