Maharashtra

સારા, જ્હાન્વી અને અનન્યાનો રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં કેમિયો

મુંબઈ
કરણ આ ફિલ્મને વ્યૂઅર્સ માટે સ્પેશિયલ બનાવવા માંગે છે અને આ કારણે જ પ્રોડક્શન હાઉસે નક્કી કર્યું છે જે , આ બહુચર્ચિત ફિલ્મમાં જહાન્વી કપૂર, સારા અલી ખાન અને અનન્યા પાંડે સ્પેશિયલ કેમિયો કરશે. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ના એક ડાન્સ નંબરમાં આ ત્રણેય એક્ટ્રેસ નજર આવશે તેમજ અમૂક સીન્સમાં પણ એક્ટિંગ કરતી જાેવા મળશે. અત્યારે તો પ્રોડક્શન હાઉસ તરફથી કોઈપણ ડીટેઈલ રિલિઝ કરવામાં આવી નથી પરંતુ આ ટ્રાયો આ ફિલ્મ માટે શૂટ કરશે તે વાત નક્કી માનવામાં આવી રહી છે. કરણે આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર સુધીમાં પૂરું કરવાનો પ્લાન કર્યો છે અને ત્યારબાદ પોતાની ૫૦મી બર્થડે પર તેણે એનાઉન્સ કરેલી સ્પેશિયલ ફિલ્મના શૂટિંગમાં તે જાેડાશે. ફિલ્મના મેઈન લીડની વાત કરીએ તો, રણવીર અને આલિયા અગાઉ સુપરહિટ ફિલ્મ ‘ગલી બોય’માં નજર આવ્યા હતા અને ત્યારબાદ તેઓ ફરી એકવાર આ ફિલ્મથી દર્શકોને એન્ટરટેઈન કરશે.લાંબા સમય બાદ, કરણ જાેહર ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યો છે. કરણની આવનારી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું શૂટિંગ જાેરશોરમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં કરણે સુપરસ્ટાર્સની ફોજ ઉતારી છે. ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટની સાથે ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી મહત્વનું કિરદાર ભજવી રહ્યા છે. આ સાથે જ, એક રિપોર્ટ સામે આવ્યો છે કે, ત્રણ ચુલબુલી બોલિવૂડ દિવા પણ આ ફિલ્મનો ભાગ બનશે.

Entertainment-Film-Rocky-or-Rani-Ki-Prem-Kahani-Cemeyo-Jahnvi-kapoor.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *