વડિયા ગ્રામપંચાયત ના નેજા હેઠળ તાલુકા પંચાયત અને પેટા તિજોરી કચેરી વડિયા ખસેડવા લોકમાંગણી શરુ
છગન ઢોલરીયા, તુષાર ગણાત્રા અને શૈલેષ ઠુંમ્મરના નેતૃત્વ મા આગેવાનો એ આવેદનપત્ર આપ્યુ
વડિયા
ગુજરાતની વર્તમાન સરકાર લોકો ના પ્રશ્નો નિવારવા સતત ગતિશીલ રહેછે તેવું અનેક નેતાઓ ના ભાષણો મા સાંભળવા મળે છે અને ઘણી બાબતો મા લોકો પણ સ્વીકાર કરે છે. અમરેલી ના છેવાડા ના તાલુકા મથક વડિયા ના ના કુલ 45ગામોનો તાલુકો છે. આ તાલુકા ની મોટાભાગ ની કચેરીઓ જેવીકે મામલતદાર ઓફિસ, પોલીસ સ્ટેશન,ન્યાય મંદિર, રજિસ્ટ્રાર, સીટીસર્વે, એસબીઆઈ બેન્ક અને પીજીવીસીએલ જેવી કચેરીઓ વડિયા મા આવેલી છે. જ્યારે તાલુકા પંચાયત કચેરી કુંકાવાવ મા આવેલી હોય અનેક સરકારી કામો મા લોકો ને વડિયા અને કુંકાવાવ વચ્ચે અનેક ધર્મના ધક્કા ઓ થતા હોય લોકોનો સમય અને ખર્ચ નો વ્યય થતો હોય ઉપરાંત તાલુકા ના તલાટી મંત્રીઓ અને બીજા કર્મચારીઓ ને પણ બંને કચેરી વચ્ચે ની કામગીરી નુ સંકલન સાધવા મુશ્કેલી થતી હોય તલાટી મંત્રીઓ ને તો કુંકાવાવ કચેરી થી ચલણ ના નાણાં ભરવા વડિયા બેન્ક મા આવવું પડતું હોય ઉપરાંત વડિયા મા આવેલી પેટા તિજોરી કચેરી થોડા વર્ષો પેહલા બગસરા ખાતે ખસેડાતા લોકો ને કામ માટે બગસરા જવું પડતું હોય આમ આ વિસ્તાર ના લોકો ની અનેક મુશ્કેલીઓ સામે આવતા વડિયા ના ઉપ સરપંચ છગન ઢોલરીયા ના નેતૃત્વ મા આ વિસ્તાર ના આગેવાનો અને સંસ્થાઓ સાથે જોડાયેલ લોકો એ સાથે મળી ને વડિયા મામલતદાર પ્રશાંત ભીંડી ને વડિયા ગ્રામપંચાયત ના લેટરપેડ પર આવેદનપત્ર આપી કુંકાવાવ મા આવેલી તાલુકા પંચાયત કચેરી અને બગસરા ખાતે ટ્રાન્ફર કરેલી પેટા તિજોરી કચેરી વડિયા મુકામે ખસેડવામાં આવે તો વડિયા ગ્રામ પંચાયત દ્વવારા જમીન ની ફાળવણી કરી અને અન્ય કોઈ જરૂરિયાત ઉભી થશે તો તે પણ પૂર્ણ કરવા ની સહમતી આપી ને અહીં તાલુકા ની તમામ કચેરીઓ એકજ સ્થળે બનાવવા મા આવે તો લોકો ની મુશ્કેલી ઓનો અંત આવશે તેવી માંગણી કરવામાં આવી છે. આ બાબત ની લેખિત રજુવાત મુખ્યમંત્રી, પ્રભારી મંત્રી, પંચાયત મંત્રી,અમરેલી કલેક્ટર, અમરેલી સંસદકાછડીયા , ધારાસભ્ય ધાનાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ ને કરવામાં આવી છે આવનાર દિવસો મા વડિયા તાલુકા ના સરપંચો અને સંસ્થાઓને સાથે લઇ ને આ કચેરીઓ વડિયા ખાતે લાવવા અને લોકો ની સમસ્યાઓ નિવારવા ચળવળ ચાલુ કરવામાં આવશે તેવું છગન ઢોલરીયા દ્વારા જણાવાયું હતુ.
રિપોર્ટ રજૂ કારીયા વડીયા


