ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓ દ્વારા સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે સંબંધે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે કદવાલ પો.સ્ટે. વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે કેટલાક ઇસમો કુંડલ ગામ તરફથી મો.સા. ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી બાર ગામ તરફ રાત્રીના વખતે જતા હોય છે. જે હકીકત આધારે આંબાખુટ ગામ પાસે વોચ નાકાબંધી કરતા હોન્ડા કંપનીની સાઇન મોટર સાયકલ ઉપર લઇ જવાતો કિ.રૂ.૭૯,૧૩૬ નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડેલ ત્યારબાદ બાર ત્રણ રસ્તાથી કદવાલ તરફ જવાના રસ્તા ઉપર આવેલ બ્રિજ ઉપર વોચ નાકાબંધી કરતા બજાજ પલ્સર ઉપર લઇ જવાતો કિ.રૂ.૯૨,૨૫૬/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડી અલગ-અલગ મોટર સાયકલો ઉપર લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી કદવાલ પોલીસ સ્ટેશનમાં મો.સા. ચાલકો વિરૂદ્ધ અલગ-અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


