International

અમેરિકાએ હવાઇ યાત્રાના કોવિડના નિયમોમાં ફેરફાર કર્યો

અમેરિકા
દુનિયાભરની સાથે જ સૌથી વધુ અમેરિકામાં તબાહી મચાવનાર કોરોના વાયરસનું સંક્રમણ અત્યાર સુધી ઓછું થતું જાેવા મળી રહ્યું છે. એવામાં કોરોના વાયરસના સંક્રમણની સારવાર માટે લગાવવામાં આવેલા પ્રતિબંધ મોટાભાગના દેશોમાંથી હટાવી લેવામાં આવ્યા છે. એવામાં હવે અમેરિકા પણ આ તરફ પગલાં ભરી રહ્યું છે. સંયુક્ત રાજ્ય અમેરિકાએ શુક્રવારે જાહેરાત કરી કે હવાઇયાત્રા દ્રારા આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરો હવે કોરોનાની તપાસનો ઇ્‌ઁઝ્રઇ રિપોર્ટ માંગવામાં નહી આવે. જાે અમેરિકા તરફથી કોરોના મહામારીના પ્રતિબંધોને ધીમે ધીમે ખતમ કરવાને એક મોટું પગલું ગણવામાં આવે છે. વ્હાઇટ હાઉસના સહાયક પ્રેસ સચિવ કેવિન મુનોજે જાણકારી આપતાં એક ટ્‌વીટ કર્યું છે. તેના અનુસાર મુસાફરી દરમિયાન કોરોના રિપોર્ટ બતાવવાના પ્રતિબંધને આ અઠવાડિયાના અંત સુધી હટાવી દેવામાં આવશે. જેથી ટ્રાવેલ ઇંડસ્ટ્રીને મોટો ફાયદો થવાનું અનુમાન છે. આ પહેલાં અમેરિકાની યાત્રા કરતાં પહેલાં મુસાફરોને પોતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ ઉપરાંત કોરોના સંર્ક્મણ થયાના ૯૦ દિવસમાં સાજા થયાનું પ્રમાણપત્ર બતાવવાની કડક જાેગવાઇ કરવામાં આવી હતી. મુનોજના અનુસાર કોરોના વેક્સીન અને તેની સારવારના ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ જાે બાઇડેન તરફથી કરવામાં આવેલા મહત્વપૂર્ણ કામો બાદ જ પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી હતી. ગત મહિને જ સંયુક્ત રાજ્ય અમેરિકાએ કોરોના સંક્રમણથી ૧૦ લાખ મોતનો આંકડો પાર કર્યો છે. જેને લઇને રાષ્ટ્રપતિ બાઇડેને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ જનતાને સતર્ક રહેવા માટે આગાહ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *