નેધરલેન્ડ
હવે નેધરલેન્ડના આ સાંસદે ફરીથી એક ટ્વીટ કરીને તરખાટ મચાવ્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ‘મને ભારત પ્રત્યે પ્રેમ છે. જે દમનકારીઓથી ભરેલા ક્ષેત્રમાં એકમાત્ર લોકતંત્ર છે.’ તેમણે એમ પણ કહ્યું કે કોઈ પણ દેશે આર્થિક કારણો માટે પોતાની સ્વતંત્રતા ગુમાવવી જાેઈએ નહીં. નેધરલેન્ડના સાંસદ ગીર્ટ વિલ્ડર્સે અગાઉ પણ ટ્વીટ કરીને કહ્યું કે હતું કે ભારતે આતંકીઓની આગળ ઝૂકવું ન જાેઈએ. ડચ સાંસદે ટ્વીટ કર્યુ, ‘અલકાયદા જેવા ઇસ્લામિક આતંકવાદીઓ સામે ન ઝુકો. તે બર્બરતાનું પ્રતિનિધિત્વ કરે છે.’ તેમણે લખ્યું કે ભારતે નુપુર શર્માનું સમર્થન કરવું જાેઈએ. તેમણે કહ્યું, ભારતે નુપુર શર્મા સાથે આવવું જાેઈએ અને સમર્થન કરવું જાેઈએ. ઘણા વર્ષ પહેલા અલકાયદા અને તાલિબાને મને પોતાના હિટ લિસ્ટમાં રાખ્યા હતા. આ એક શીખ છે- આતંકીઓ સામે ઝુકો નહીં. તેમણે કહ્યું કે નુપુર શર્માની વાત સાચી હતી અને તેમના નિવેદન પર ઇસ્લામિક દેશોનો ગુસ્સો વ્યાજબી નથી. એક અન્ય ટ્વીટમાં ડચ સાંસદે લખ્યું, ‘તૃષ્ટીકરણ ક્યારેય કામ કરતું નથી. તેનાથી ચીજાે વધુ બગડશે. આઝાદી માટે ઉભા થાઓ અને પોતાના નેતા નુપુર શર્માને સાથ આપો.’ નેધરલેન્ડના સાંસદે આ મુદ્દા પર વિરોધ વ્યક્ત કરનાર દેશોને ઢોંગી ગણાવી દીધા. તેમણે કહ્યું કે આ દેશોમાં ન તો લોકતંત્ર છે અને ન કાયદાનું રાજ છે. ત્યાં કોઈ પ્રકારની આઝાદી નથી અને અલ્પસંખ્યકો પર અત્યાચાર થાય છે. ત્યાં માનવાધિકારની કોઈ સુનાવણી થતી નથી. ગીર્ટ બિલ્ડર્સ નેધરલેન્ડના દક્ષિણપંથી નેતા છે. તેમણે નેધરલેન્ડમાં પાર્ટી ફોર ફ્રીડમની સ્થાપના કરી હતી. આ નેધરલેન્ડની ત્રીજી સૌથી મોટી પાર્ટી છે. એટલું જ નહીં તેઓ ૧૯૯૮થી નેધરલેન્ડમાં સાંસદ છે. તે ઇસ્લામિક દેશોની આલોચના કરવા માટે જાણીતા છે. ગીર્ટનું આ મામલે એમ પણ કહેવું છે કે નુપુર શર્માનું સમર્થન કરવા બદલ તેમને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેમણે કહ્યું હતું કે “મે નુપુર શર્માનું સમર્થન કર્યું. મને મારી નાખવાની ધમકીઓ મળી. કુરાન વિશે એક ફિલ્મ બનાવવા મુદ્દે મારા વિરુદ્ધ ફતવો બહાર પડ્યો. મે મારું ઘર છોડી દીધુ અને પછી ક્યારેય પાછો ફર્યો નહીં. હું જાણું છું કે નુપુર શર્માએ કઈ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે.” એક ટીવી ડિબેટ દરમિયાન ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માની પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી બાદ આ સમગ્ર વિવાદ શરૂ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે સાઉદી અરબ, ઈરાન, બહરીન, યૂએઈ, મલેશિયા જેવા ઘણા ઇસ્લામિક દેશોએ તેના પર પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તો કુવૈતમાં તો ભારતીય સામાનનો બહિષ્કાર કરવાની માંગ શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ નુપુર શર્માને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. બીજી બાજુ નુપુર શર્માએ પણ પોતાના નિવેદન બદલ માફી માંગતા કહ્યું હતું કે તેઓ કોઈ પણ શરત વગર પોતાનું નિવેદન પાછું ખેંચે છે. તેમનો ઈરાદો કોઈની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો નહતો. મોહમ્મદ પયગંબર પર વિવાદિત ટિપ્પણી કરનારા નુપુર શર્માના બચાવમાં આવેલા ડચ સાંસદ ગીર્ટ વિલ્ડર્સે હવે ભારતના પેટછૂટા વખાણ કરી નાખ્યા છે. વિલ્ડર્સે અગાઉ નુપુર શર્માનું ખુલીને સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ખુબ હાસ્યાસ્પદ છે કે અરબ અને ઈસ્લામિક દેશ ભારતીય નેતા નુપુર શર્માના પયગંબર પર સત્ય જણાવવા પર ભડક્યા છે. તેમણે એમ પણ સવાલ કર્યો હતો કે ભારત માફી શાં માટે માંગે?